ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat : ગુજરાત સરકારનો ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય

Gujarat: કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવાયો ********** રાજ્યના ૫૮,૩૦૦ જેટલા ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૮૪૧ કરોડથી વધુના મૂલ્યની ૧.૧૧ લાખ મે. ટન તુવેર ખરીદાઈ:...
12:42 PM Apr 02, 2025 IST | Kanu Jani
featuredImage featuredImage

Gujarat: કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવાયો
**********
રાજ્યના ૫૮,૩૦૦ જેટલા ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૮૪૧ કરોડથી વધુના મૂલ્યની ૧.૧૧ લાખ મે. ટન તુવેર ખરીદાઈ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel)
*********

Gujarat રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) ના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. ૭,૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના ૧.૨૩ લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.

Gujarat-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) ગત તા. ૨૪ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યના ૫૮,૩૦૦ જેટલા ખેડૂતો પાસેથી રૂ. ૮૪૧ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧.૧૧ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે.

નોંધણી કરાવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૩૦ એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad : બ્રહ્મ સિદ્ધને પામો તો પણ ભગવાન કૃષ્ણના દાસ છો : SP સ્વામી

Tags :
CM Bhupendrabhai PatelGujaratRaghavji Patel