ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પૂર રાહત સહાયમાંથી 75 ટકા રકમ એક માત્ર વડોદરામાં જ ચૂકવાઈ

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની આપત્તિની અસર ઓછી કરવા રાજ્ય સરકારના નિર્ણયો અને સૂચનાઓ પ્રમાણે જિલ્લા કલેકટર બીજલ શાહના (VADODARA COLLECTOR) સુકાન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે સંકલિત અને અસરકારક કામગીરી કરી છે. મુખ્યમંત્રીની સીધી સૂચનાથી ગુજરાત સરકારે (GUJARAT GOVERNMENT)...
06:09 PM Oct 18, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની આપત્તિની અસર ઓછી કરવા રાજ્ય સરકારના નિર્ણયો અને સૂચનાઓ પ્રમાણે જિલ્લા કલેકટર બીજલ શાહના (VADODARA COLLECTOR) સુકાન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે સંકલિત અને અસરકારક કામગીરી કરી છે. મુખ્યમંત્રીની સીધી સૂચનાથી ગુજરાત સરકારે (GUJARAT GOVERNMENT) આખા રાજ્ય માટે પૂર રાહત પેટે રૂ. ૧૦૦ કરોડની રકમ ફાળવી હતી. આ પૈકી લગભગ ૭૫ ટકા રકમ વડોદરાના પૂરપીડિતોને ચૂકવવામાં આવી છે.

૨૦૨૪ માં પાંચ ગણી વધુ સહાય ચૂકવવામાં આવી

જિલ્લા વહીવટી તંત્રે વ્યાપક કવાયતના ભાગરૂપે શહેરના પૂર પ્રભાવિત ૧૩ વોર્ડમાં ૧૬૦૦ જેટલી સોસાયટીઓનો સર્વે કર્યો હતો. તેના આધારે અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની પૂર રાહતો હેઠળ પ્રભાવિતોને રૂ.૭૪.૩૭ કરોડની કુલ સહાય ચુકવવામાં આવી છે. ૨૦૧૯ના પૂરની સરખામણીમાં તંત્રે ખૂબ વ્યાપક કામગીરી ૨૦૨૪માં કરી છે.૨૦૧૯માં કુલ સહાય રૂ. ૧૪.૪ કરોડ ચૂકવાયા હતા. આ બંને વર્ષની આપત્તિ બાદ તુલના કરવામાં આવે તો ૨૦૨૪ માં પાંચ ગણી વધુ સહાય ચૂકવવામાં આવી છે. આના પરથી રોકડ સહાય વિતરણનો અંદાજ લગાવી શકાય છે.

૨૫૩૨૪ વ્યક્તિઓને રૂ.૫૨ લાખની રેલ રાહત રોકડ સહાય ચુકવવામાં આવી

તુલનાત્મક વિગતો પ્રમાણે ૨૦૧૯ માં વડોદરા શહેરી વિસ્તારમાં પુર અસરગ્રસ્ત ૩૨૮૫૫૦ વ્યક્તિઓને કેશડોલ ( રોકડ સહાય) પેટે રૂ.૫.૫૭ કરોડની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે ૨૦૨૪માં ૩૬૦૦૦૮ લોકોને કેશડોલ પેટે રૂ.૯.૮૮ કરોડની ચુકવણી કરવામાં આવી છે. તે જ રીતે ૨૦૧૯માં જિલ્લાના ગ્રામ વિસ્તારના પૂરથી પ્રભાવિત ૧૨૭૩૨ લોકોને રોકડ રેલ રાહત તરીકે રૂ.૨૨ લાખ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૪માં ૨૫૩૨૪ વ્યક્તિઓને રૂ.૫૨ લાખની રેલ રાહત રોકડ સહાય ચુકવવામાં આવી છે.

રાહત ચૂકવવાની વધુ વ્યાપક કામગીરી કરવામાં આવી

આમ, ૨૦૧૯ માં શહેર - જિલ્લામાં કુલ ૩૪૧૨૮૨ પ્રભવિતો ને મળેલી રૂ.૫.૭૯ કરોડની રોકડ રેલ રાહત સહાયની સામે ૨૦૨૪માં કુલ ૩૮૫૫૩૨ પ્રભાવિતોને રૂ.૧૦.૪૦ કરોડની રોકડ રેલ રાહત ચૂકવવાની વધુ વ્યાપક કામગીરી કરવામાં આવી છે.

પરિવારોને રૂ.૪.૯૪ કરોડ સહાયના રૂપમાં ચૂકવવામાં આવ્યા

તે જ રીતે ૨૦૧૯ માં ઘરવખરી અને અન્ય નુકસાન સામે રાહતના રૂપમાં વડોદરા શહેરી વિસ્તારમાં ૭૧૭૬૭ ને રૂ.૧૪.૩૬ કરોડની ઘરવખરી અને કપડાં સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે ૨૦૨૪માં અસરગ્રસ્તોને રૂ.૩૫.૭૨ કરોડની ઉપરોક્ત સહાય ચુકવવામાં આવી છે. જ્યારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ૨૦૧૯ માં ૨૦૭ વ્યક્તિ/ પરિવારોને રૂ.૪ લાખની ઘરવખરી - કપડાં સહાય ચૂકવાઈ હતી. જેની સામે ૨૦૨૪ માં ૯૮૮૫ વ્યક્તિ તથા પરિવારોને રૂ.૪.૯૪ કરોડ સહાયના રૂપમાં ચૂકવવામાં આવ્યા છે. તેમ કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું.

ઘરવખરી સહાયના રૂપમાં રૂ.૪૦.૬૬ કરોડની સહાય

આમ એકંદરે ૨૦૧૯ માં શહેર જિલ્લામાં કુલ ૭૧૯૭૪ વ્યક્તિ/ પરિવારોને ચૂકવેલી રૂ.૧૪.૪ કરોડની ઘરવખરી સહાયની સામે ૨૦૨૪ માં કુલ ૮૧૩૨૯ વ્યક્તિ/ પરિવારોને ઘરવખરી સહાયના રૂપમાં રૂ.૪૦.૬૬ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

મુખ્યમંત્રી દ્વારા ઉદ્દાત નિર્ણય લેવામાં આવ્યો હતો

૨૦૧૯માં નાના વેપારી એકમો/ વાણિજ્ય એકમો ને પૂર રાહતની ચુકવણીની જોગવાઇ ન હતી. ૨૦૨૪ માં રજૂઆતોને અનુલક્ષીને પૂર રાહત સહાયમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ ઉદ્દાત નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નવી પહેલ હેઠળ વડોદરા શહેરના પુર પ્રભાવિત ૧૨૦૨૭ એકમોને રૂ.૨૩.૩૧ કરોડની વાણિજ્ય એકમ સહાય ચૂકવીને રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : આવતી કાલે મુખ્યમંત્રી શહેરની મુલાકાતે, વિકાસ કાર્યોની આપશે ભેટ

Tags :
75AffectedAidfloodgiveGovtGujaratPeoplepercentagetoVadodara
Next Article