Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPS Gujarat : અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો

5 ફ્રેશ IPS અધિકારીને અપાઈ નિમણૂક માત્ર સાડા ચાર મહિનામાં સરકારે લીધો નિર્ણય નિમણૂકની પ્રતિક્ષા એક સિલસિલો બન્યો Gujarat : IPS અધિકારીઓ પ્રત્યે ગુજરાત સરકાર (Gujarat Government) નું ઓરમાયું વર્તન વર્ષોથી જોવા મળે છે. Gujarat Police માં અનેક વર્ષોથી...
ips gujarat   અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો
  • 5 ફ્રેશ IPS અધિકારીને અપાઈ નિમણૂક
  • માત્ર સાડા ચાર મહિનામાં સરકારે લીધો નિર્ણય
  • નિમણૂકની પ્રતિક્ષા એક સિલસિલો બન્યો

Gujarat : IPS અધિકારીઓ પ્રત્યે ગુજરાત સરકાર (Gujarat Government) નું ઓરમાયું વર્તન વર્ષોથી જોવા મળે છે. Gujarat Police માં અનેક વર્ષોથી બઢતી-બદલીના નિર્ણયમાં લાંબો વિલંબ જોવા મળ્યો છે. IPS થી લઈને PSI સુધીના અધિકારીઓ બઢતીના વિલંબના કારણે પગારમાં ભારે નુકસાન પણ ભોગવી ચૂક્યા છે. બુધવારે 31 જુલાઈના રોજ ગૃહ વિભાગે નિમણૂકની પ્રતિક્ષામાં રહેલાં રાજુ ભાર્ગવ સહિત 8 IPS Gujarat ને ગોઠવી દીધા છે. પગાર વિના નોકરી કરી રહેલાં આઈપીએસ અધિકારીઓ કોણ-કોણ છે અને કોના કારણે તેમને પગાર નથી મળ્યો. વાંચો આ અહેવાલમાં...

Advertisement

મહિનાઓથી કોને-કોને નથી મળ્યો પગાર

ગુજરાતમાં ફરજ બજાવતા 150થી વધુ આઈપીએસ અધિકારીઓ (IPS Gujarat) પૈકી અડધો ડઝનને મહિનાઓથી પગાર નથી મળ્યો. જેમાં વર્ષ 2020 બેચના બિશાખા જૈન (Bishakha Jain) રાઘવ જૈન (Raghav Jain) જિતેન્દ્ર અગ્રવાલ (Jitendra Agrawal) ડૉ. નિધિ ઠાકુર (Nidhi Thakur) અને કોરાકોન્ડુ સિદ્ધાર્થ (Korukonda Siddharth) નો સમાવેશ થાય છે. ગત 15 માર્ચના રોજથી આ પાંચેય અધિકારીઓ નિમણૂક વિનાના હતા. પાંચેય IPS Gujarat છેલ્લાં સાડા ચાર મહિનાથી નિમણૂકની પ્રતિક્ષા યાદીમાં મુકાયેલા હતા. જુદાજુદા સ્થાને ફરજ બજાવી રહેલા આ પાંચેય ફ્રેશ SP ઓને હજી સુધી પગાર પેટે એક ફૂટી કોડી સરકારે ચૂકવી નથી.

Severe lack of decision making power in Gujarat government

Severe lack of decision making power in Gujarat government

Advertisement

માત્ર સાડા ચાર મહિનામાં IPSની નિમણૂક

નિમણૂકની પ્રતિક્ષા (Waiting for Posting) માં રખાયેલા પાંચેય આઈપીએસ અધિકારીઓને માત્ર સાડા ચાર મહિનામાં ગુજરાત સરકારે પોસ્ટિંગ આપી એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. લોકસભા ચૂંટણી પહેલાં દોઢ ડઝન જેટલાં અધિકારીઓ નિમણૂકની પ્રતિક્ષા હેઠળ હતા. જેમાં આ પાંચેય અધિકારીઓ બિશાખા જૈન, રાઘવ જૈન, જિતેન્દ્ર અગ્રવાલ, ડૉ. નિધિ ઠાકુર અને કોરાકોન્ડુ સિદ્ધાર્થનો સમાવેશ થતો હતો. અત્રે નોંધનીય છે કે, 31 જુલાઈના રોજ આ પાંચેય IPS અધિકારીને ફ્રેશ SP તરીકે નિમણૂક આપવામાં આવી છે.

બીટકૉઈનવાળા જગદીશ પટેલ પણ પગારથી વંચિત

વર્ષ 2018ના બીટકોઇનકાંડ (Bitcoin Extortion) માં જગદીશ પટેલ એપ્રિલ-2018થી લઈને ફેબ્રુઆરી-2024 સુધીમાં આઠેક મહિનાનો જેલવાસ અને પોણા પાંચ વર્ષનો વનવાસ ભોગવી ચૂક્યા છે. તારીખ 3 મે 2018ના રોજ ગૃહ વિભાગે જગદીશ એ. પટેલને સસ્પેન્ડ કરવાની સાથે સૂચના આપી હતી કે, J A Patel ને જામીન પછી નિમણૂક આપવી નહીં. ગત ફેબ્રુઆરી મધ્યમાં IPS જગદીશ પટેલને નોકરી પર પરત લેવામાં આવ્યા હતા. જગદીશ પટેલને ફરજ પર પરત લીધા બાદ કોઈ નિમણૂક આપવામાં આવી ન હતી. જેથી તેઓ છેલ્લાં પાંચ મહિનાથી પગારથી વંચિત હતા.

Advertisement

અગ્નિકાંડમાં 3 IPS Gujarat પણ પગારથી વંચિત

તત્કાલિન રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ (Raju Bhargava IPS) ને બે મહિના બાદ હથિયારી એકમના વડા તરીકે ગૃહ વિભાગે (Home Department Gujarat) નિમણૂક આપી છે. જ્યારે રાજકોટના તત્કાલિન અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી (Vidhi Choudhary IPS) અને ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર દેસાઈ (Sudhir Desai IPS) ગત 27 મેથી Waiting for Posting ની યાદીમાં છે. આ IPS અધિકારીઓને બે મહિનાથી પગાર નથી મળ્યો.

ક્યારે મળશે 7 IPS ને પગાર ?

સરકારનો નિયમ છે કે, જ્યાં સુધી કોઈ અધિકારીને ચોક્કસ સ્થાન પર નિમણૂક આપવામાં ન આવે ત્યાં સુધી તેને પગાર ચૂકવવામાં આવતો નથી. સાડા ચાર મહિના પગારથી વંચિત રહેલા 5 આઈપીએસ અધિકારીઓની નિમણૂક મળી ગઈ છે, પરંતુ તેમને પગાર તો આગામી સપ્ટેમ્બર મહિનામાં જ મળશે. એટલે કે, સાડા પાંચ મહિનાનો પગાર એક સાથે બેંક ખાતામાં પડશે. જ્યારે જગદીશ પટેલ (Jagdish Patel IPS) ને સાડા છ મહિનાનો પગાર અને રાજુ ભાર્ગવને 3 મહિનાનો પગાર આગામી મહિને મળશે.

IPS વત્સ અને ગંભીરે પણ પગાર વિના મહિનાઓ સુધી કર્યું કામ

કેન્દ્ર સરકારમાં પ્રતિ નિયુક્તિ પર ગયેલા 2004 બેચના ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir) અને 2005 બેચના રાઘવેન્દ્ર વત્સ (Raghavendra Vatsa) ગત જાન્યુઆરીમાં ગુજરાત પરત ફર્યા હતા. જાન્યુઆરી મધ્યમાં આવેલા આ બંને સિનિયર IPS અધિકારીઓને ગત એપ્રિલ મહિના અંત સુધી નિમણૂકની પ્રતિક્ષામાં રખાયા હતા. આ બંને અધિકારીઓને મે મહિનામાં સાડા ત્રણ મહિનાનો પગાર એક સાથે મળ્યો હતો.

આ પણ વાંચો:  Rakesh Rajdev : હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે ?

Tags :
Advertisement

.