Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Odisha Train Accident બાદ Gujarat BJP તમામ કાર્યક્રમ રાખ્યા મોકુફ, CM સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું

ઓડિશાના બાલાસોર નજીક 3 ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં 200થી વધારે લોકોના મોત થયા છે જ્યારે 900 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાની સમગ્ર દેશ વ્યથિત છે ત્યારે ઓડિશાની આ દુર્ઘટનાને લઈને ગુજરાત ભાજપે આજના પોતાના...
odisha train accident બાદ gujarat bjp તમામ કાર્યક્રમ રાખ્યા મોકુફ  cm સહિતના નેતાઓએ દુ ખ વ્યક્ત કર્યું

ઓડિશાના બાલાસોર નજીક 3 ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં 200થી વધારે લોકોના મોત થયા છે જ્યારે 900 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાની સમગ્ર દેશ વ્યથિત છે ત્યારે ઓડિશાની આ દુર્ઘટનાને લઈને ગુજરાત ભાજપે આજના પોતાના મોકૂફ રાખ્યા છે. મુખ્યમંત્રી સહિત ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે. કેન્દ્રની મોદી સરકારના 9 વર્ષ પુરા થવા પર ગુજરાત ભાજપે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેને મકૂફ રાખવામાં આવ્યું છે.

Advertisement

મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓડિશાની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આ દુર્ઘટનાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત મારા આજના તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ રાખ્યા છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ.

Advertisement

ગૃહરાજ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે હેલ્પલાઈન નંબર શેર કરી લખ્યું કે, બાલાસોરમાં દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. મુસાફરો માટે પ્રાર્થના.

BJP પ્રદેશ પ્રમુખે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, ઓડિશાનાં બાલાસોરમાં ગઇકાલે સાંજે ઘટેલી રેલ-દુર્ઘટના અત્યંત દુખદ છે. આ દુર્ઘટનાને કારણે કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થતા એ અંતર્ગત યોજાનારા કાર્યક્રમો અને ભારતીય જનતા પાર્ટીનાં અન્ય તમામ કાર્યક્રમો આજનાં દિવસ માટે સ્થગિત કર્યા છે. ઇશ્વર શોકાકુલ પરિવારોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પણ કરે અને દિવંગતોને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું.

  • ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ઓડિશા ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય

નાણાંમંત્રીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ

નાણાં મંત્રી અને ગુજરાત ભાજપના સિનિયર નેતા કનુભાઈ દેસાઈએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ઓડિશાના બાલાસોરમાં દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર અવસાન પામેલ દિવ્ય આત્માને શાંતિ આપવા સાથે તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેમજ ઘાયલ થયેલ લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

  • ઉલ્લેખનીય છે કે, ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલગાડી એમ ત્રણ ટ્રેનો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા 200 લોકોથી વધારે લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો : PM મોદીએ ટ્રેન દુર્ઘટના પર ઈમરજન્સી બેઠક યોજી, ઘાયલોને મળવા આજે ઓડિશા જશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.