ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

ખાદ્યતેલ-સિંગતેલ બજારભાવથી ઓછી કિંમતે અપાશે N.F.S.A.2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને અપાશે ખાદ્યતેલ કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ. 100ના ભાવે અપાશે Gujarat: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ-2024 માસમાં ઘઉં,ચોખા,બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે,BPL, અંત્યોદય કુટુંબોને 1 કિલો...
01:00 PM Aug 11, 2024 IST | Hiren Dave
Pradhan Mantri Garib Kalyan Anna Yojana
  1. ખાદ્યતેલ-સિંગતેલ બજારભાવથી ઓછી કિંમતે અપાશે
  2. N.F.S.A.2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને અપાશે ખાદ્યતેલ
  3. કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ. 100ના ભાવે અપાશે

Gujarat: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ-2024 માસમાં ઘઉં,ચોખા,બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે,BPL, અંત્યોદય કુટુંબોને 1 કિલો ખાંડનું કરાશે વિતરણ.મળવાપાત્ર જથ્થા ઉપરાંત 1 કિલો ખાંડનું કરાશે વિતરણ.સાથે સાથે BPL કુટુંબોને કાર્ડદીઠ 1 કિલો ખાંડ રૂ. 22ના રાહતદરે અપાશે.અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિલો ખાંડ રૂ. 15ના ભાવે અપાશે.ઘઉં, ચોખા, બાજરી, જુવારનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

તહેવારો દરમિયાન કરાશે વિતરણ

5કિલો ઘઉં, 15કિલો ચોખાનું વિનામૂલ્યે કરાય છે વિતરણ,૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાશે. રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ,અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

આ પણ  વાંચો -VADODARA : નર્મદા નદીમાં 1.35 લાખ કયુસેક પાણી છોડાશે, તંત્ર સતર્ક

સરકારનો મહત્વનો નિર્ણય

નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ - સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ. ૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫ ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 

વિનામૂલ્યે અનાજ વિતરણ

મંત્રીએ કહ્યું હતું કે, અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા- ૨૦૧૩" (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૦ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઓગસ્ટ-૨૦૨૪ માસમાં ઘઉં, ચોખા અને શ્રી અન્ન-બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭,૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.અન્ન,નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં, ૧૫ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

આ પણ  વાંચો -Cybercrime: અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયું ડ્રગ્સ

તુવેરદાળ પણ અપાશે

એ જ રીતે રાજ્યના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની (Priority House Hold - P.H.H.) ૩.૨૩ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ ૧ કિ.ગ્રા ચણા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ  વાંચો -Surat : લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો થયો પર્દાફાશ

રાજયસરકારની છે યોજના

તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.આમ, રાજ્ય સરકાર N.F.S.A ૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર આ યોજનાઓ દ્વારા ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ તરફ આગેકૂચ નિશ્ચિત કરી રહી છે,તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Tags :
Breaking News In GujaratiCM Bhupendra PatelFoodfreeGandhinagarGandhinagar Latest NewsGandhinagar NewsGandhinagar News GujaratiGandhinagar News LiveGandhinagar News TodayGujarat GovernmentGujarat NewsGujarati breaking newsGujarati NewsLatest Gujarati NewsLatest News In Gujaratimaru gujaratmilletNews In GujaratiPradhan Mantri Garib Kalyan Anna YojanariceToday Gandhinagar Newswheat
Next Article