Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ માટે આ સ્થળ પ્રથમ સ્થાને, માત્ર એક વર્ષમાં 1.65 કરોડે લીધી મુલાકાત

દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પહેલેથી જ પ્રથમ પસંદગી વર્ષ 2023-24 દરમિયાન 18.59 કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા 01.65 કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતેમાં અંબાના દર્શન કર્યા Gujarat: ગુજરાતીઓને તો ફરવાનું સૌથી વધારે પસંદ હોય છે પરંતુ આપણું Gujarat...
gujarat  વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ માટે આ સ્થળ પ્રથમ સ્થાને  માત્ર એક વર્ષમાં 1 65 કરોડે લીધી મુલાકાત
  1. દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પહેલેથી જ પ્રથમ પસંદગી
  2. વર્ષ 2023-24 દરમિયાન 18.59 કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા
  3. 01.65 કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતેમાં અંબાના દર્શન કર્યા

Gujarat: ગુજરાતીઓને તો ફરવાનું સૌથી વધારે પસંદ હોય છે પરંતુ આપણું Gujarat જોવા માટે પણ વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. એમાં પણ મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં ફરવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો પણ થઈ રહ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પહેલેથી જ પ્રથમ પસંદગીનું રાજ્ય રહ્યું છે અને આ વાતની સાક્ષી પુરે તેવી આંકડાઓ પણ સામે આવ્યાં છે. વિશ્વમાં 27 સપ્ટેમ્બરને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે, પ્રવાસન સ્થળ તરીકે તો ગુજરાતનો પણ સારો એવો વિકાસ થયો છે.

Advertisement

આ પણ વાંચો: PM Modi એ આખરે લેવો પડ્યો આ નિર્ણય....

Advertisement

ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 24 ટકાનો વધારો નોંધાયો

આંકડાની વાત કરવામાં આવે તો, વર્ષ 2022-23 ની સરખામણીએ વર્ષ 2023-24 માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 24 ટકાનો વધારો નોંધાયો છે. આ વર્ષ દરમિયાન કુલ 18.59 કરોડ જેટલા પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. સ્થળોની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં આવતા પ્રવાસીઓની મુખ્ય બિઝનેસ, ધાર્મિક, લીઝર, અને હેરીટેજ એમ ચાર કેટેગરી હોય છે. આધ્યાત્મિક પ્રવાસનમાં 01.65 કરોડ પ્રવાસીઓ સાથે ‘અંબાજી’ જ્યારે બિઝનેસમાં 02.26 કરોડ સાથે અમદાવાદ ક્રમાંકે રહ્યું છે. સૌથી મજાની વાત તો એ છે કે, વર્ષ દરમિયાન 23 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે.

આ પણ વાંચો: 50 થી 100 વાર મેમો ફટકાર્યો પણ સુરતીઓ સુધર્યા નહીં! RTO દ્વારા 12,631 લાઇસન્સ રદ કરાશે

Advertisement

વર્ષ ૨૦23-24 માં કુલ 18. 59 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાત આવ્યા

વર્ષ 2022-23 ગુજરાત (Gujarat)ના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં 17.50 કરોડ સ્થાનિક પ્રવાસીઓ સાથે 23.43 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, 11.38 કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ અને એક રાત્રિનું રોકાણ કર્યું હતું. જ્યારે 7.21 કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. આ આંકડો વર્ષ 2022-23 ની સરખામણીમાં વધ્યું છે. વર્ષ 2022-23 દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 14.98 કરોડ હતી. આંકડા પ્રમાણે જોવા જઈએ તો, ગત વર્ષની સરખામણીએ વર્ષ 2023-24માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 24.07 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો: Surat: હવે બસ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી! બસના ડ્રાઈવરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

Tags :
Advertisement

.