Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: 206 માંથી 108 જળાશયો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં, સરદાર સરોવર તો...

ચોમાસા દરમિયાન રાજ્યના ૨૦૬માંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ ગત વર્ષેના કુલ 76 ટકાની સામે અત્યારે 80 ટકાથી...
gujarat  206 માંથી 108 જળાશયો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં  સરદાર સરોવર તો
  1. ચોમાસા દરમિયાન રાજ્યના ૨૦૬માંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર
  2. જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ
  3. સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ
  4. ગત વર્ષેના કુલ 76 ટકાની સામે અત્યારે 80 ટકાથી વધુ જળસંગ્રહ

Gujarat: ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ભારે મહેર જોવા મળી છે. ભારે વરસાદના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે. આ સાથે રાજ્ય (Gujarat)ના 44 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય વાત કરવામાં આવે તો, રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમમાં 25 થી 50 ટકા પાણીની આવક થઈ છે. તો અન્ય 12 ડેમો 25 ટકાથી ઓછા ભરાયા છે.

Advertisement

આ પણ વાંચો: અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ કરી આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા

આ સિવાય ગુજરાત (Gujarat)ની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 02,86,387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 04,32,507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

Advertisement

સરદાર સરોવર યોજનામાં સૌથી વધુ પાણીની આવક નોંધાઈ

આજે સવારે 08.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 01.86 લાખ ક્યુસેક પાણીની આવક સામે 01.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 62 હજાર ક્યુસેક પાણીની આવક સામે 46 હજારની જાવક,વણાકબોરી જળાશયમાં 26 હજાર ક્યુસેક પાણીની આવક સામે 26 હજારની જાવક, કડાણામાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 20 હજારની પાણીની જાવક તેમજ ભાદર-2માં 16 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

Advertisement

આ પણ વાંચો: વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ અંબાલાલે ફરી એક મોટી આગાહી કરી દીધી, સપ્ટેમ્બરમાં આવશે...

207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ

આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 81 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

આ પણ વાંચો:જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો હાઇવે કરાયો બંધ, જાણો ડાયવર્ઝનનો...

Tags :
Advertisement

.