Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GSSSB : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાની ભરતી જાહેર

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) એ જુનિયર ક્લાર્ક, સિનિયર...
gsssb   ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાની ભરતી જાહેર

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) એ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ માટે ગ્રુપ-A અને ગ્રુપ-Bની 4304 જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 20 થી 35 વર્ષની વય જૂથમાં આવતા ઉમેદવારો 4 જાન્યુઆરી 2024 થી GSSSB ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. જેની અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2024 છે.

4300 જગ્યા માટે અલગ અલગ કેડરની ભરતી

મીડિયા રિપોર્ટ અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યા માટે અલગ અલગ કેડરની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવામાં આવશે.અને 4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થશે જે તારીખ 31 જાન્યુઆરી 2024માં રાત્રે 23:59 સુધી ભરી શકાશે. જેની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત મુકવામાં આવી છે.

Advertisement

બિન અનામત વર્ગ માટે રૂ.500ની પરીક્ષા ફી

અહીં આ ઉમેદવારે કોઈપણ એક પરીક્ષા ગ્રુપ પસંદગી કરવી પડશે.જેમાં બિન અનામત વર્ગ માટે રૂ.500ની પરીક્ષા ફી રાખવામાં આવી છે. અને અન્ય ઉમેદવારોએ રૂ.400 પરીક્ષા ફી ભરવી પડશે. આ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. સૌથી વધુ B ગ્રુપમાં 2390 જગ્યાની ભરતી કરવામાં આવશે.

ગ્રુપ A અને B માટે અલગ અલગ યાદી બનાવવામાં આવશે

CBRT પદ્ધતિથી ગ્રુપ A અને B માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ બાદ ગ્રુપ A અને B માટે અલગ અલગ યાદી બનાવવામાં આવશે. અને આ ઉમેદવારને કેટેગરીવાઈઝ 7 ગણા મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રૂ.500ની પરીક્ષા ફી રાખવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - WEATHER UPDATE : અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો

Tags :
Advertisement

.