ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Visnagar: કમાણામાં સામાન્ય બાબતે જૂથ અથડામણ, ટોળાને વિખેરવા ટિયર ગેસ છોડવામાં આવ્યાં

Visnagar: પોલીસને ઘટનાને કાબુમાં લેવા માટે ટિયર ગેસ છોડવા પડ્યાં હતાં. પોલીસે સમગ્ર ઘટનાને કાબુમાં લેવા માટે 2 થી 3 જેટલા ટિયર ગેસ છોડ્યા
09:44 PM Nov 04, 2024 IST | VIMAL PRAJAPATI
Visnagar
  1. વાહનના હોર્ન મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો
  2. રામજી મંદિર અને એક બાઈકમાં કરાઈ તોડફોડ
  3. 3 જેટલા વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ખસેડાયા

Visnagar : મહેસાણાના વિસનગર (Visnagar )ના કમાણામાં બે જૂથો વચ્ચે ભારે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. અહીં માત્ર હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ એટલી બેકાબૂ થઈ હતી કે, પોલીસને ઘટનાને કાબુમાં લેવા માટે ટિયર ગેસ છોડવા પડ્યાં હતાં. પોલીસે સમગ્ર ઘટનાને કાબુમાં લેવા માટે 2 થી 3 જેટલા ટિયર ગેસ છોડ્યા અને સ્થિતિને કાબુમાં લીધી હતી.

આ પણ વાંચો: Mahisagar: નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, ACB એ ગોઠવ્યું હતું ઝટકું

વિસનગર DYSP સહિત તાલુકા પોલીસ ઘટનાસ્થળે

મહેસાણાના વિસનગર (Visnagar)ના કમાણા ગામમાં સામાન્ય બાબતમાં બાઈકના હોર્ન વગાડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે બે જૂથો વચ્ચે સામસામે પથ્થર મારો કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં 3 જેટલા વ્યક્તિઓ ને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. મહત્વની વાત એ છે કે, જેમાં ટોળાને વિખેરવા પોલીસ દ્વારા 2 થી 3 જેટલા ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાલમાં સ્થિતિને કાબૂમાં લીધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: કેનેડામાં મંદિર પર થયેલા હુમલા મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા, કહ્યું - હિંસાના આવા કૃત્યો...

7 લોકોને રાઉન્ડ અપ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઘટનાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, જૂથ અથડામણની ઘટનાને લઈને 7 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યારે બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસનગર DYSP સહિત તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Ankleshwar: દિવાળીના તહેવાર દરમિયાન લુખ્ખા તત્વોનો આતંક, ખુલ્લેઆમ હથિયારો સાથે કર્યું પ્રદર્શન

Tags :
Group Clash over General MattersGujaratGujarati NewsKamana Villagepolice actionTear GasVimal PrajapatiVisnagarVisnagar News
Next Article