Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : દાદી અને પૌત્રનું વીજળી પડવાથી મોત

અહેવાલ--દિનેશ મકવાણા, ભરુચ ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હાંસોટ તાલુકાના અંભેટા રોડ ઉપર વીજળી પડતા માછીમારી કરવા નીકળેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે મોત થયું હતું. બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હાંસોટ...
bharuch   દાદી અને પૌત્રનું વીજળી પડવાથી મોત
Advertisement

અહેવાલ--દિનેશ મકવાણા, ભરુચ

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હાંસોટ તાલુકાના અંભેટા રોડ ઉપર વીજળી પડતા માછીમારી કરવા નીકળેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે મોત થયું હતું.

Advertisement

બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા

Advertisement

હાંસોટ નવીનગરી અંભેટા રોડ પર પર રહેતા આદિવાસી ગરીબ પરિવારના 55 વર્ષીય ભૂરીબેન ઠાકોર રાઠોડ માછીમારનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સવારે માછીમારી કરવા માટે દાદી તેમના પૌત્ર આકાશ કુમાર રાઠોડ સાથે માછીમારી કરવા ચાલતા જઈ રહ્યા ત્યારે અચાનક વીજળી પડતાં બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં

પોલીસની ત્વરીત કાર્યવાહી

હાંસોટ પોલીસને ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ અન્ય તાલુકાનો હોવા છતાં માનવતાની દ્રષ્ટિએ મૃતકનો પોલીસ રિપોર્ટ બનાવી પોસ્ટમોર્ટમની વિધિ તરત કરાવી પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. હાંસોટ પોલીસે મૃતકના પરિવારજનોને આકસ્મિક મોત અંગે સરકારમાંથી મળતી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં માનવતા દાખવી હતી.

આ પણ વાંચો---VIBRANT GUJARAT : જાપાનમાં CM ભૂપેન્દ્રભાઈની સાથે દેખાતી આ ગુજરાતી યુવતી કોણ છે ?

Tags :
Advertisement

.

×