Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

tarabh વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે શ્રી ગિરીબાપુની શિવ મહાપુરાણનું આયોજન 

tarabh : મહેસાણાના તરભ (tarabh) વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. તરભ (tarabh) વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર...
12:27 PM Feb 16, 2024 IST | Harsh Bhatt

tarabh : મહેસાણાના તરભ (tarabh) વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. તરભ (tarabh) વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા.

પોથીયાત્રાનું આયોજન

વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જોરશોરથી શુભારંભ થયો છે. તરભધામમાં આજરોજ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું  હતું. તરભધામ ખાતે યોજાયેલ શોભાયાત્રામાં શિવભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા. જયરામગિરિ બાપુ દ્વારા આ યાત્રાનો શુભારંભ કરાવાયો હતો. સાત દિવસ ચાલનાર આ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજરોજ ભક્તિભાવ સાથે શુભારંભ કરવામાં આવ્યો છે.

વિશ્વ વિખ્યાત શ્રી ગિરીબાપુની શિવ મહાપુરાણનું આયોજન 

વધુમાં તરભધામમાં આજથી શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  પોથીયાત્રા બાદ વિશ્વ વિખ્યાત શ્રી ગિરીબાપુની શિવ મહાપુરાણ કથાની શુરૂઆત કરવામાં આવી છે. આ અણમોલ અવસરમાં ભક્તિ-આસ્થાનો અનેરો સંગમ જોવા મળવાનો છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં ભાતીગળ સાંસ્કૃત્તિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે.  વધુમાં તરભધામમાં રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાનાર છે. આ મહોત્સવનો ભાગ બનવા માટે  મોટી સંખ્યામાં ભાવિકો તરભધામ ખાતે ઉમટ્યા છે. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરાયો છે.

ભવ્યાતિભવ્ય મહોત્સવમાં PM મોદી અને અમિત શાહ હાજર રહેશે

આજે એટલે કે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન તરભ વાળીનાથ ધામ ખાતે યોજાવા જઇ રહેલા ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય રાજકીય નેતાઓ સાથે સંતો-મહંતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 65 જેટલી અલગ-અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજનને સફળ બનાવવા સફળ પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે.

ભા એજ ભગવાન

તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકને રબારી સમાજની (Rabari Samaj) ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનકમાં તમામ વર્ગ અને સમાજના લોકોનું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. આ પવિત્ર સ્થાનકના 13મા મહંત બળદેવગીરી બાપુને (Baladevgiri Bapu) રબારી સમાજે “ભા” નું ઉપનામ આપ્યું હતું અને એક સૂત્ર પણ હતું કે “ભા એજ ભગવાન”. હાલમાં 14મા મહંત જયરામગીરી બાપુ મહંત તરીકે શોભાયમાન છે. પૂજ્ય બળદેવગીરી બાપુનું સ્વપ્ન હતું કે ભવ્ય શિવધામ બનાવવું, એજ સ્વપ્નને સાકાર હાલના મહંત જયરામગીરી બાપુની અથાગ મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે.

ભોજનશાળામાં એક સાથે 5,000 થી વધુ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકશે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઇ શકે તે માટે આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ કરાયું છે. તરભ વાળીનાથ ધામ ખાતે 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન માટે પધારશે.આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ‘જ્યાં મળે ટુકડો ત્યાં હરિ ઢુકડો” તરભ વાળીનાથ મંદિર ખાતે ભવ્યાતીભવ્ય સુંદર ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભોજનશાળામાં એક સાથે 5,000 થી વધુ ભક્તો દેવાધી દેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવીન ભોજન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આવો જાણીએ આ સ્થાનકનો ઇતિહાસ અને મહત્વ

ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ પણ આપને શિવલિંગ સ્વરૂપે જ ભગવાન ભોલેનાથ ના દર્શન થશે. પરંતુ સમગ્ર દેશમાં એક જ એવું મંદિર છે કે જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્વયંભૂ મુખારવિંદ વાળી પ્રતિમા સ્થાપિત છે. 900 વર્ષ અગાઉ અહી ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગિરિ બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી. જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહી આ પ્રતિમાની પૂજા અર્ચના થાય છે.

પૂજ્ય વિરમ ગીરી બાપુ ના નિર્વાણ પછી શ્રી વાળીનાથજી ની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ. આ મહંતશ્રીઓએ હંમેશા સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે તથા પ્રયત્નો કર્યા છે. અહી બ્રહ્મલીન ગાદીપતિ બાપુઓની સમાધિઓ હયાત છે. એ મહંત પરંપરા જોઈએ તો, સૌ પ્રથમ…

1 – આદ્ય સ્થાપક પરમ પૂજ્ય મહંત શ્રી વિરમગિરીબાપુ

2 – પૂજ્ય મહંત શ્રી પ્રેમ ગીરીબાપુ

3 – પૂજ્ય મહંત શ્રી સંતોક ગીરીબાપુ

4 – પૂજ્ય મહંત શ્રી ગુલાબ ગીરી બાપુ

5 – પૂજ્ય મહંત શ્રી નાથ ગીરીજી બાપુ

6 – પૂજ્ય મહંત શ્રી જગમાલ ગીરીબાપુ

7 – પૂજ્ય મહંત શ્રી શંભુગીરી બાપુ

8 – પૂજ્ય મહંત શ્રી ભગવાન ગીરીબાપુ

9 – પૂજ્ય મહંત શ્રી મોતી ગીરીબાપુ

10 – પૂજ્ય મહંતશ્રી કેશવ ગીરી બાપુ

11 – પૂજ્ય મહંત શ્રી હરિ ગીરીબાપુ

12 – પૂજ્ય મહંત શ્રી સુરજ ગીરીબાપુ

13 – પૂજ્ય મહંત શ્રી બળદેવ ગીરીબાપુ

14 – અને હાલમાં વિદ્યામાન છે પૂજ્ય મહંત શ્રી જયરામ ગીરી બાપુ …

આ પણ વાંચો -- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રને આપી કરોડોની ભેટ, કર્યું સૌની યોજના લિંક-4 નું ખાતમુહૂર્ત

Tags :
Amit ShahGIRIBAPUGrand Prana PratishthaLIVEpm modiShiva MahapuranaTarabh Valinath Mahadev
Next Article