Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલ આચાર્ય દેવવ્રતનું આહ્વાન

ગો સેવા ગતિવિધિ – વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રગતિશીલ ખેડૂતોને પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું....
પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલ આચાર્ય દેવવ્રતનું આહ્વાન

ગો સેવા ગતિવિધિ – વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રગતિશીલ ખેડૂતોને પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું.

Advertisement

સમગ્ર ગુજરાત ભરમાં દિવસ અને દિવસે કુપોષણનું સ્તર વધતું જાય છે જેને લઇને સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અવરનેશ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડભોઇ તાલુકાના બાનજ ગામે આજરોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરતની ઉપસ્થિતિમાં જૈવિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, સાથે સાથે સરકાર દ્વારા જેવી કે ખેતી કરતા ખેડૂતોને કયા કયા પ્રકારની સુવિધાઓ તેમજ લાભ આપવામાં આવે છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી.

Advertisement

હાલના સમયમાં લોકો ઝેર વાળો ખોરાક ખાઈ રહ્યા છે જેના અનુસંધાનમાં રાજ્યપાલ દ્વારા ખેડૂતોને અનેક ઉદાહરણ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં જૈવિક ખેતી કરતા લોકોને સન્માન પત્ર આપી સન્માન ઉત્પન્ન કરવામાં આવ્યા હતા બીજી બાજુ ભરૂચ જિલ્લાના વસંતીબેન ગોહિલ દ્વારા 20 પાકા મકાન હોવા છતાં તેઓ છાનિયા ખાતરમાંથી બનેલા મકાનમાં રહે છે સાથે સાથે ગાય માતાની માવજત કરી રહ્યા છે જેને લઈને રાજ્યપાલ દ્વારા આ મહિલાનો સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેક્ટર એ. બી. ગોર, નાયબ કલેકટર મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોટી સંખ્યામાં ડભોઇ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વર્તમાન સમયમાં ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી મનુષ્ય અને જીવસૃષ્ટિમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તેમાંથી મુક્ત થવા ખેડૂતો પંચગવ્ય અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આયોજીત ‘ગૌ કૃષિ સંગમ’ કાર્યક્રમમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા.

રાસાયણિક ખેતીની વિપરીત અસરો, ખેતીમાં જંતુનાશકોના ઉપયોગનો વિષપ્રભાવ અને તેનાથી આવનારા દુષ્પરિણામો ગણાવતા રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો સૌથી મજબૂત વિકલ્પ ગણાવ્યો હતો. રાસાયણિક કૃષિને પ્રકૃતિ સાથે માનવજાતિ માટે કષ્ટદાયક ગણાવી તેમણે ખેડૂતો માટે નુક્સાનકારક અને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી હતી.

તેમણે ઉમેર્યું કે, ખેતીમાં યુરિયા, ડી.એ.પી, જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા તો ક્ષીણ થાય છે, સાથે જ સમાજમાં કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ જેવા અસાધ્ય રોગો ફેલાતા હોવાનું ગંભીરતાથી જણાવી આ વિષચક્રમાંથી ખેતી અને ખેડૂતોને બચાવવાનો મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનું મક્કમપણે કહ્યું હતું.

કૃષિ સંદર્ભે પોતાના જાહેર અને અંગત જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને રાજ્યપાલે પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું, સહિતના અનેક પાસાઓ પર તેમણે પોતાના વિચારો વ્યક્ત કરીને ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર તલસ્પર્શી જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું.

અહેવાલ : પિન્ટુ પટેલ

આ પણ વાંચો : સુરતના હીરાના કારખાનેદારે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો આ પડકાર

Tags :
Advertisement

.