Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલના પરિવારે વિધવા પુત્રવધૂને પુત્રી માની કન્યાદાન કર્યું

વર્તમાન સમયે નાની ઉંમરના યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું હોય થોડા સમય પહેલા જ ગોંડલમાં પટેલ પરિવારના એકના એક પુત્રને હૃદય રોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું હતું. જેના બાદ પરિવાર શોક મગ્ન બન્યો હતો. વિધવા બનેલ પુત્રવધૂને...
ગોંડલના પરિવારે વિધવા પુત્રવધૂને પુત્રી માની કન્યાદાન કર્યું

વર્તમાન સમયે નાની ઉંમરના યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું હોય થોડા સમય પહેલા જ ગોંડલમાં પટેલ પરિવારના એકના એક પુત્રને હૃદય રોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું હતું. જેના બાદ પરિવાર શોક મગ્ન બન્યો હતો. વિધવા બનેલ પુત્રવધૂને સાટોડિયા પરિવારે પુત્રી માની  ફરી તેનું કન્યાદાન કરી વિદાય આપતા હર્ષના આંસુ વહ્યા હતા.

Advertisement

ગોંડલના ભોજરાજપરા ખાતે રહેતા અને નાગરિક બેંકનાં કર્મચારી મિલન ચુનીભાઇ સાટોડીયાનું હૃદય રોગના કારણે અકાળે મોત નિપજ્યું હતું.  કુદરતની આ કઠોરતાને પરિણામે બે વર્ષની પુત્રી કાવેરી એ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જ્યાર બાદ પત્ની ગુંજનબેન વિધવા બન્યા હતા.  આભથી પણ મોટા આવી પડેલા દુઃખને પરિવારના મોભી ચુનીભાઇ અને પરિવારજનોએ ઈશ્વર ઈચ્છા બળવાન માની વિધવા પુત્રવધૂને પુત્રી માની લીધી હતી.

Advertisement

આ દરમિયાન રાજકોટ રહેતા વ્યવસાય સાથે સ્કૂલનું સંચાલન કરતા મિલન જયંતીલાલ વિરડીયાનું માંગુ આવતા ચુનીભાઇ સાટોડિયા તેના પત્ની નીતાબેન સાથે પરિવારજનો એ સહર્ષ સ્વીકાર્યું હતું. આ વેળાએ ગુંજનબેનને જન્મ આપનાર તેમના ખાંભા સ્થિત માતા પિતા રવજીભાઈ સભાડીયા અને નંદુબેન સહિતનાઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત તા. ૨૨ ના રખાયું હોય આ મહુર્ત એજ વિધવા પુત્રવધુનું  લગ્ન આર્ય સમાજ વિધિથી નક્કી કરી કન્યાદાન અપાયું હતું. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ સાટોડીયા અને
યુવા નેતા જીગરભાઈ સાટોડીયા એ કન્યાના ભાઈ બની જવતલ હોમ્ય હતા આ રીતે સાટોડિયા પરિવારે સમાજને પ્રેરણા રૂપી કાર્ય કર્યું હતું.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો -- ગાંધીનગર NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહ્યા ઉપસ્થિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.