Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : 14 વર્ષની સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની આકરી કેદ

14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આકરી સજા (Gondal) કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી જામનગર, અમદાવાદ, ખંભાળિયા લઈ જઈ દુષ્કર્મ આચર્યું ગોંડલમાં (Gondal) 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનાં કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20...
gondal   14 વર્ષની સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની આકરી કેદ
  1. 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આકરી સજા (Gondal)
  2. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી
  3. જામનગર, અમદાવાદ, ખંભાળિયા લઈ જઈ દુષ્કર્મ આચર્યું

ગોંડલમાં (Gondal) 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનાં કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની આકરી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આરોપીએ 14 વર્ષની સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં (Gondal City B Division Police Station) ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinahgar : IPS અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ખળભળાટ, અપરિણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી!

14 વર્ષની સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું

આ કેસની હકીકત મુજબ, મૂળ દેવગઢ બારિયા તાલુકાનાં કુવા ગામનો વતની અને ઘટના સમયે ગોંડલમાં રહી મજૂરી કામ કરતો આરોપી રાજેશ ઉર્ફે ભયલો ભાણાભાઈ વણકરે ગોંડલ શહેરમાં રહેતા પરિવારની 14 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. જે અંગે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Gondal City B Division Police Station) ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી રાજેશ ઉર્ફે ભયલો ભાણાભાઈ વણકરને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો.

Advertisement

આ પણ વાંચો - Kutch : જખૌ નજીક નિર્જન ટાપુ પર BSF એ 12.40 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો, જાણો કિંમત!

Advertisement

આરોપીને 20 વર્ષની આકરી જેલની સજા

સગીરાની પૂછપરછમાં આરોપી રાજેશ ઉર્ફે ભાયલો વણકર તેણીને જામનગર (Jamnagar), ખંભાળિયા પંથક અને અમદાવાદ (Ahmedabad) લઈ ગયો હતો. આરીપોએ સગીરા સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત સગીરાએ કરી હતી. પોલીસે સગીરાની જુબાનીનાં આધારે આરોપી રાજેશ ઉર્ફે ભયલો ભાણાભાઈ વણકર સામે પોક્સો એક્ટની કલમનો ઉમેરો કરી તપાસ પૂર્ણ થતાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા કેસ ચાલતા ભોગ બનનાર સગીરાની જુબાની, દસ્તાવેજી પુરાવા, પીડિત સગીરનાં માતા-પિતાની જુબાની અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લઇ ગોંડલ કોર્ટનાં સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ આરોપી રાજેશ ઉર્ફે ભયલો વણકરને તકસીરવાન ઠેરવી 20 વર્ષ આકરી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરિયાએ દલીલ કરી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ahmedabad : વટવામાં પ્રજાનાં કરોડો રૂપિયા વેડફાઈ ગયા અને મેયરને ખબર જ નથી ? વિપક્ષનો વિરોધ

Tags :
Advertisement

.