Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : ગોંડલમાં ધરા ધ્રુજી, ભૂકંપના હળવા આંચકા આવ્યા ; બે વાર ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગુજરાતના વિવિધ પ્રાંતોમાં ભૂકંપનો આંચકો આવવા સિલસિલો બની ગયો છે. હવે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભકંપનો આંચકો અનુભવાયો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં બે વાર ધરા ધ્રુજી છે. રીબડા, ગુંદાસરા, રીબ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના હળવા...
gondal   ગોંડલમાં ધરા ધ્રુજી  ભૂકંપના હળવા આંચકા આવ્યા   બે વાર ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગુજરાતના વિવિધ પ્રાંતોમાં ભૂકંપનો આંચકો આવવા સિલસિલો બની ગયો છે. હવે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભકંપનો આંચકો અનુભવાયો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં બે વાર ધરા ધ્રુજી છે.
રીબડા, ગુંદાસરા, રીબ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના હળવા ઝટકા આવ્યા
રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 8:30 થી 9:00 વાગ્યા દરમિયાન બે વાર ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. રાતે આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો ભાગીને બહાર દોડી આવ્યા હતા. ગોંડલ તાલુકાના રીબડા, ગુંદાસરા, રીબ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા જોકે ભૂકંપમાં જાનહાનિના કોઈ સમાચાર હાલ મળ્યા નથી.
ભૂકંપનો આંચકો કે બીજું કોઈ કારણ તે બાબતે અધિકારીઓએ તપાસ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. બે દિવસ પહેલા પણ વહેલી સવારે 6:30 વાગ્યે ધરા ધ્રુજી હોવાની ગામ લોકોએ કહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.