GONDAL : 1 કિમી લાંબી તિરંગા યાત્રા યોજાઇ, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
GONDAL : કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલમા ત્રીરંગા યાત્રાનું તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા ના નેજા હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી શહેરમાં એક કિલોમીટર લાંબી ત્રીરંગા યાત્રા નીકળી હતી જેમાં બે હજાર થી વધુ શહેરીજનો, વિદ્યાર્થીઓ, પોલિસ સ્ટાફ અને અલગ અલગ સંસ્થાના હોદેદારો યાત્રામાં જોડાયા હતા. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ માંથી ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, ડેપ્યુટી કલેકટર રાહુલ ગમાર, DYSP કે.જી.ઝાલા સહિત નાએ રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું.
દેશભક્તિ મય વાતાવરણ ઉભું કર્યું
ગોંડલ શહેરની તમામ સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓ એ હાથ માં ત્રીરંગા લઈને ભારત માતાકી જય, અને વંદે માતરમ ના નારા સાથે શહેરમાં એક દેશભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું આ ભવ્ય ત્રીરંગા યાત્રા જ્યારે મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે સૌ શહેરીજનો એ પણ યાત્રા ને વધાવી હતી.
આ રૂટ પર ત્રીરંગા યાત્રા ફરી હતી.
ગોંડલ ના કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલથી પ્રસ્થાન થઈ, સેન્ટ્રલ સિનેમા ચોક, માંડવી ચોક, કડિયા લાઈન, આંબેડકર ચોક, ભુવનેશ્વરી રોડ, શ્યામવાડી ચોક થઈ ફરી કોલેજ ચોક ખાતે પૂર્ણ થઈ હતી.
ધારાસભ્ય, ડેપ્યુટી કલેકટર સહિતના આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રા માં ધારાસભ્ય ગીતાબા જાડેજા, પ્રાંત અધિકારી રાહુલભાઈ ગમારા, મામલતદાર રાહુલકુમાર ડોડીયા, ડી.ડી. ભટ્ટ, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી, DYSP કે.જી. ઝાલા, પી.આઈ. એ.સી. ડામોર, જે.પી. ગોસાઈ, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા નગર પાલિકા સદસ્યો, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો -- 15th August : રાષ્ટ્રપતિ મેડલની થઈ જાહેરાત, ગુજરાતનાં આ 25 પોલીસકર્મીઓને મેડલ આપી કરાશે સન્માનિત