GONDAL : સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર - 1 ડેમ 26મી વખત ઓવરફ્લો
રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે GONDAL શહેર અને પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે GONDAL માં આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર - 1 ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે. તે ડેમ આ વખતે 26 મી વખત ઓવરફલો થયો છે.
ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર - 1 ડેમના 29 દરવાજા પૈકી 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમમાંથી 39427 ક્યુસેક પાણી આવક થતા 45261 ક્યુસેક જાવક કરી પાણી નદીમાં છોડાયું છે ત્યારે જેતપુર, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ
ડેમમાંથી પાણી છોડાતા કાગવડ થી જેતપુર જવાની બેઠી ધાબી પર પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે કાગવડથી જેતપુર જવાની દેરડીની ધાબી પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. મેઘરાજાની મહેરબાનીથી ભાદર ડેમ ઓવરફલો થતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટ, જેતપુર, ખોડલધામ, વીરપુર જૂથ યોજના સહિત અંદાજીત 22 લાખ જેટલા લોકોને પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : VADODARA : આગામી 24 કલાકમાં પરિસ્થિતી કાબુમાં આવશે, એક્શન પ્લાન તૈયાર - ઋષિકેશ પટેલ