Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : નવરાત્રી પહેલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદના વધામણાં 

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ નવરાત્રી પૂર્વે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવો થી ભારે વરસાદ શરૂ થયો હતો. નવરાત્રી પૂર્વે વરસાદી વાતાવરણને પગલે દાંડિયા રાસ અને...
gondal   નવરાત્રી પહેલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદના વધામણાં 

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Advertisement

ગોંડલના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ નવરાત્રી પૂર્વે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવો થી ભારે વરસાદ શરૂ થયો હતો. નવરાત્રી પૂર્વે વરસાદી વાતાવરણને પગલે દાંડિયા રાસ અને ગરબા સંચાલકો ચિંતીત બન્યા હતા

ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ત્રાટક્યો વરસાદ

Advertisement

ગોંડલ શહેરમાં રાત્રીના 9 વાગ્યા બાદ અચાનક વતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્યમાં મોવિયા, બાંદ્રા સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થવા પામ્યું હતું. 

યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી પલળી

Advertisement

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થાય છે. 2 દિવસ પહેલા યાર્ડમાં મગફળીની આવક થવા પામી હતી. આજરોજ માર્કેટિંગ યાર્ડ અને આસપાસની સોસાયટીઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે યાર્ડના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને યાર્ડના ખુલ્લા મેદાન માં પડેલ મગફળી પલળી જવા પામી હતી.

વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગોંડલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી વાતાવરણ ને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને અસહ્ય ગરમી અને ઉકળાટ માંથી લોકોએ રાહત અનુભવી હતી.

આ પણ વાંચો -- PM મોદીના સ્ટેજ પર વપરાતો સ્પ્રે સુરતની નવરાત્રીને સુરક્ષિત બનાવશે 

Tags :
Advertisement

.