Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે ઓનલાઇન ટાસ્ક પૂરો કરવાનાં બહાને રૂ. 9.61 લાખનું સાઇબર ફ્રોડ

સાઇબર માફિયાઓ (Cyber ​​mafias) યેનકેન પ્રકારે લોકો સાથે સાઇબર ફ્રોડ આચરતાં હોય છે. તેવી જ રીતે ગોંડલનાં (Gondal) વેપારીને પણ સાઇબર ગઠિયાઓએ ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાના બહાને રૂ.9.61 લાખનું સાઇબર ફ્રોડ આચરતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ...
gondal   માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે ઓનલાઇન ટાસ્ક પૂરો કરવાનાં બહાને રૂ  9 61 લાખનું સાઇબર ફ્રોડ
Advertisement

સાઇબર માફિયાઓ (Cyber ​​mafias) યેનકેન પ્રકારે લોકો સાથે સાઇબર ફ્રોડ આચરતાં હોય છે. તેવી જ રીતે ગોંડલનાં (Gondal) વેપારીને પણ સાઇબર ગઠિયાઓએ ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાના બહાને રૂ.9.61 લાખનું સાઇબર ફ્રોડ આચરતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ગોંડલમાં માલધારી હોટેલની પાછળ કુમકુમ રેસિડેન્સીમાં રહેતાં જીગરભાઈ જમનભાઈ ચોથાણી (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ-અલગ 8 બેંકધારક અને એક લિંક ધારકનું નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે (B Divisional Police Station) ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટથી વેપાર કરે છે. ગઇ 05 જુલાઈના રોજ ટેલિગ્રામમાં ફીલ્મ જોતા હતા ત્યારે ટેલિગ્રામમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી એક લિંક મોકલવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, 'હું આ કંપનીમાં કામ કરૂં છુ અને કંપનીમાં તમે દરરોજનાં 10 થી 15 મિનિટમાં રૂ. 800 થી 1500 કમાઇ શકો છો, જેથી ટેલિગ્રામ એપમાં કઈ રીતે રૂપિયા કમાઈ શકાય તેમ મેસેજ કરતાં તેઓએ મોકલેલ લિંકને ઓપન કરો અને તેમા તમારૂં એકાઉન્ટ બનાવો, જેથી તેમાં jigarchothani38gmail.com એકાઉન્ટ બનાવેલ હતું. ત્યાર બાદ બેંક ડિટેઇલ તમે બનાવેલ એકાઉન્ટમાં નાખો અને ટાસ્ક પૂરો કરવા કહેવાયું હતું. આવું કરવાથી રિવોર્ડ મળશે તેમ પણ જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Surat : લાંચિયા અધિકારી નરેશ જાનીના કેસમાં ACB ના આરોપીનાં ઘરે ધામા, 6 કલાક સુધી સર્ચ ઓપરેશન

Advertisement

ફરિયાદી વિશ્વાસમાં આવી જતાં લિંક પર ક્લિક કર્યું હતું. લિંકમાં કસ્ટમ સપોર્ટ હોટલાઈન નામનું એકાઉન્ટ ખુલ્યું હતું અને તે લિંકમાં બનાવેલ એકાઉન્ટ આઈ.ડી. માં બેંક ખાતાની માહિતી આપી હતી, જેથી તેમાંથી એક બેંક એકાઉન્ટ નંબર આવ્યો હતો. ત્યાર બાદ તે બેંક એકાઉન્ટમાં રૂ.10 હજાર ગુગલ પેથી ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું અને તેમાં હોટેલ બુકિંગ કરવાનો ટાસ્ક મોકલ્યો હતો તે દિવસે 20 ટાસ્ક પુરા કર્યા હતા અને ખાતામાં રૂ. 890 રિવર્ડ જમા થયાં હતાં. બીજા દિવસે લીંક પર ક્લિક ટાસ્ક પૂરો કરવા એકાઉન્ટમાં રૂ. 20 હજાર અને અન્ય એક એકાઉન્ટમાં રૂ.12331 ગુગલ-પે થી ટ્રાન્સફર કર્યાં હતાં. ટાસ્ક પૂરો કર્યા બાદ રિવર્ડ મળ્યા નહોતા, જેથી મેસેજ કરતા જાણ કરાઈ કે, તમારે હજું એક વાર રૂ.10 હજાર નાખવા પડશે અને ફરીવાર એકાઉન્ટ નંબર મોકલતાં રૂ.10 હજાર ટ્રાન્સફર કર્યા બાદ તે દિવસે ખાતામાંથી રૂ.10,500 અને રૂ.25,105 જમા થયા હતા.

આ પણ વાંચો - રાજ્યસભાનાં સાંસદ Parimal Nathwani એ PM નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

ત્યાર બાદ 08 જુલાઈના રોજ જણાવ્યું હતું કે તમે વધુ પૈસા જમા કરશો તો તમને વધુ રિવર્ડ મળશે. આથી ફરિવાર એકાઉન્ટ નંબર મોકલતાં રૂ. 50 હજાર અને રૂ. 1,09,388 તથા રૂ.2,25,488 જમા કરાવ્યા હતા. પરંતુ, ટાસ્ક પૂર્ણ કરવા છતાં પણ રિવર્ડ મળ્યા નહોતા, જેથી કસ્ટમર સપોર્ટ હોટલાઈનમાં મેસેજ કરતા જણાવેલ કે, તમારે તમારા પૈસા તથા રિવર્ડ વીડ્રો કરવા માટે હજુ વધારે પૈસા નાખવા પડશે. આથી ફરીવાર રૂ.20 હજાર, ત્યાર બાદ રૂ. 50 હજાર ગુગલ પે કર્યાં હતા. પરંતુ, રિવર્ડ જમા થયો નહોતો. આમ કુલ રૂ. રૂ.9.61 લાખ જમા કરાવ્યા છતાં પણ રૂ. 16,13,458 નો રિવોર્ડ મળ્યો નહોતો. આ મામલે પોતાની સાથે છેતરપિંડી (Cyber Fraud) થઈ હોવાનું જાણ થતાં સાઇબર ક્રાઇમ ઓનલાઇન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે ગોંડલ (Gondal) સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Gandhinagar : સરકારનાં વહીવટી તંત્રને લઈ મોટા સમાચાર, એક સાથે 18 IAS અને 8 IPS નાં ટ્રાન્સફર

Tags :
Advertisement

Trending News

.

×