Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal નગરપાલિકાની તિજોરી છલકાશે, લોકમેળા માટે તળિયાનો રેકોર્ડબ્રેક ભાવ મળ્યો

લોકમેળા પહેલા જ નગરપાલિકાની તિજોરી છલકાઈ ગઈ સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન સાત દિવસ લોક મેળામાં લાખો લોકો આવશે Gondal: ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રતિવર્ષ કોલેજ ચોક ખાતે આવેલ સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે....
06:43 PM Aug 13, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal municipality
  1. લોકમેળા પહેલા જ નગરપાલિકાની તિજોરી છલકાઈ ગઈ
  2. સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન
  3. સાત દિવસ લોક મેળામાં લાખો લોકો આવશે

Gondal: ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રતિવર્ષ કોલેજ ચોક ખાતે આવેલ સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ માટે પાલિકા તંત્ર દ્વારા ઓનલાઈન ટેન્ડર મંગાવાતા લોકમેળાના ગ્રાઉન્ડ માટે સાત ટેન્ડર આવ્યા હતા. જેમાં નગરપાલિકાને મોટો ફાયદો થયો છે. વિગતે વાત કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા ભાગ કરતા વધારેનું ટેન્ડર આવ્યું છે.

આ પણ વાંચો: RMC ની બેઠકમાં 'ગેમઝોન અગ્નિકાંડ' અને લાંચિયા અધિકારીને લઈ ચોંકાવનારી વિગતો અપાઈ, વાંચો અહેવાલ

24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે

નોંધનીય છે કે, નગર પાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, ઉપપ્રમુખ પ્રતિનિધિ જયંતીભાઈ સાટોડીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા અને ચીફ ઓફિસર એ.જે.વ્યાસ તેમજ નગરપાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં આ ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાંથી રૂપિયા 71.01 લાખનું ટેન્ડર મયુરભાઈ જાટનું ટેન્ડર મંજુર થવા પામ્યું હતું. આગામી તારીખ 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન લોકમેળાની જમાવટ જામનાર છે.

આ પણ વાંચો: Surat: થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, પોલીસની કામગારી સામે સવાલ

નગરપાલિકાને તળિયાનો ઐતિહાસિક રેકોર્ડબ્રેક ભાવ મળ્યો

ગોંડલ નગર પાલિકા (Gondal municipality) સંચાલિત લોકમેળાની આજ રોજ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા નગર પાલિકા (Gondal municipality) ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ સાત ટેન્ડરો આવ્યા હતા. જેમાં ઓનલાઈન ટેન્ડર ખુલતા ગોંડલ (Gondal) નગરપાલિકાને લોકમેળાના ઐતિહાસિક રેકોર્ડબ્રેક ભાવ 71,01,111/- રૂપિયા મળ્યો હતો. નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો તળિયાનો ભાવ 51 લાખ જાહેર કરાયો હતો. ત્યારે આજરોજ યોજાયેલ ટેન્ડર પ્રક્રિયામાં તળિયાના જાહેર કરાયેલા ભાવ કરતા 20 લાખ વધુ મળ્યા હતા.

મેળાની આવક ગોંડલ નગરપાલિકા સંચાલિત નંદી શાળા વાપરવામાં આવશે

લોકમેળા અંગે પાલિકાના લોકમેળા કમિટીના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા ગ્રાઉન્ડની આવેલી કિંમત નંદી શાળામાં વાપરવામાં આવશે. તેમજ લોકમેળામાં સીસીટીવી કેમેરા, લાઈવ પ્રસારણ, પોલીસ બંદોબસ્ત, વીમા કવચ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તેમજ સાત દિવસ ચાલનાર લોક મેળામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યા છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: રાજ્યભરમાંથી 134 ગેરહાજર Teachers બરતરફ કરાયા, 58 ને નોટિસ! Gujarat First નાં અહેવાલનો પડઘો!

Tags :
GondalGondal Lok MelaGondal Municipalitygondal newsGujarati NewsVimal Prajapati
Next Article