GONDAL : સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં નગરપાલિકા સંચાલિત લોકમેળો યોજાશે, રોજના 30 હજાર લોકોનું ઘોડાપૂર ઉમટશે
GONDAL : જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં નગરપાલિકા સંચાલિત લોકમેળો યોજાશે. અંદાજે 5 એકરના મેદાનમાં આગામી 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી સાત દિવસ મેળો ચાલશે અને અંદાજ મુજબ રોજના 30 હજારથી વધુ...
03:04 PM Aug 21, 2024 IST
|
Harsh Bhatt
GONDAL : જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં નગરપાલિકા સંચાલિત લોકમેળો યોજાશે. અંદાજે 5 એકરના મેદાનમાં આગામી 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી સાત દિવસ મેળો ચાલશે અને અંદાજ મુજબ રોજના 30 હજારથી વધુ લોકો મેળાની મજા માળવા આવશે. ત્યારે મેળાને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
GONDAL માં 2.5 લાખ લોકો લોકમેળામાં ઉમટી પડશે
સાત દિવસ દરમ્યાન 2.5 લાખ થી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે. જેમાં વિવિધ રાઇડ્સ અને સ્ટોલસ ઉભા કરાશે. મેળામાં એક વિશાળ 40×30 નો સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યો છે. સાત દિવસ દરમ્યાન સ્ટેજ પર ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે રાત્રીના 12 વાગ્યે મટકી ફોડ નો કાર્યક્રમ પણ યોજાશે.
15 થી પણ વધુ રાઈડ્સ આવી
GONDAL માં લોકમેળામાં 2 ટોરા ટોરા, ચાર બ્રેક ડાન્સ, 3 કોલંબસ (નાવડી), 3 મોટા ઝુલા (ફઝર ફાળકા), સલામ્બો, ડ્રેગન ટ્રેન સહિત નાના બાળકો માટે 25 થી વધુ રાઈડ્સ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડ્સો મેળામાં આકર્ષણ જમાવશે. સાથે મેળામાં 100 થી વધુ ખાણી પીણી, રમકડાં, ઠંડા પીણાં, આઈસ્ક્રીમના સ્ટોલ હશે.
લોકમેળાનું ગ્રાઉન્ડ CCTV કેમેરાથી સજ્જ હશે
ગોકુળીયા ગોંડલમાં સાત દિવસ યોજાનાર લોકમેળા દરમ્યાન 2.5 લાખથી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે.જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ફાયર સ્ટાફ, એમ્બ્યુલન્સ સહિતની સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
Next Article