Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GONDAL : પૂ. મહંત સ્વામી આજે હેલિકોપ્ટર મારફતે બોચાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે જવા રવાના થયા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિરે BAPS ના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની તા. 24 - 10 - 2023 ના રાત્રીના સમયે પધરામણી થઈ હતી. દશેરાના દિવસે સંતો - ભક્તોએ અતિ ધામધૂમપૂર્વક મહંતસ્વામીનું અક્ષર મંદિર ખાતે આગમન થતાં...
08:16 PM Nov 15, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિરે BAPS ના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની તા. 24 - 10 - 2023 ના રાત્રીના સમયે પધરામણી થઈ હતી. દશેરાના દિવસે સંતો - ભક્તોએ અતિ ધામધૂમપૂર્વક મહંતસ્વામીનું અક્ષર મંદિર ખાતે આગમન થતાં સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીના આગમનને લઈને અક્ષર મંદિરના પરિસરને રંગબિરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મહંત સ્વામી ગોંડલ મંદિર ખાતે 23 દિવસનું રોકાણ કર્યું હતું અને આજે સવારે હેલિકોપ્ટર મારફતે તેઓ બોચાસણ અક્ષર મંદિર ખાતે જવા રવાના થયા હતા.
પ્રતિ વર્ષ પ્રમુખસ્વામી મહારાજ શરદ પૂનમથી દિવાળી - અન્નકૂટ દર્શન સુધી અક્ષરમંદિર ખાતે રોકાણ કરી દીપોત્સવી પર્વની ઉજવણી દ્વારા સંતો - ભક્તોને સત્સંગ લાભ આપતા હતા. તે જ ક્રમને મહંત સ્વામી મહારાજે જાળવી રાખેલ છે. અક્ષર મંદિર ખાતે 24 ઓક્ટોમ્બર 2023, થી ભાઈ બીજ સુધી રોકાઈને શરદ પૂનમ અને દિવાળીના ઉત્સવની ઉજવણી કરી હતી. મહંત સ્વામીની ઉપસ્થિતમાં શરદપૂનમ, દિવાળીના દિવસે ચોપડા પૂજન, અને અન્નકોટ દર્શનની ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય મહંત સ્વામીએ સભામાં ઉપસ્થિત સૌ કોઈ પર આશીર્વચન પાઠવ્યા હતા.
દિવાળીની રાત્રીએ અક્ષરમંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ હતી 
અબુધાબીમાં નિર્માણ પામનાર અક્ષર મંદિરની ખાત મુહૂર્ત,  કળશ પૂજન અને ધ્વજા દંડનું પૂજન ધન તેરસના દિવસે અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીના હસ્તે ગોંડલ અક્ષર દેરી ખાતે કરવામાં આવ્યું હતું. મહંત સ્વામીની ઉપસ્થિતમાં દિવાળીની સંધ્યાએ અક્ષર મંદિર પર સતત 30 મિનિટ સુધી ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
મહંત સ્વામીના 23 દિવસના રોકાણમાં લાખો લોકોએ દર્શનનો લાભ લીધો 
દશેરાના દિવસે મહંત સ્વામીનું અક્ષર મંદિર ખાતે આગમન થયું હતું. તેઓના આગમનને લઈને સંતો - ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રંગબેરંગી રોશની અને ભવ્ય આતશબાજી દ્વારા પૂ. મહંત સ્વામી મહારાજનું અક્ષરમંદિરે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના BAPS મંદિરોમાંથી પૂજનીય સંતો - મહંતો અને હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- પોરબંદર: માધવનગરીમાં સહેલાણીઓનો સાગર છલકાયો
Tags :
Akshar MandirBAPSBOCHASANGondalMahant SwamiSWAMINARAYN MANDIR
Next Article