Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : માર્કેટિંગ યાર્ડમાં લસણ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ, હવે જાહેરાત ન આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની પુષ્કળ આવક થવા પામી છે. લસણ ડુંગળીની આવકથી યાર્ડમાં જણસી ઉતારવાનું મેદાન ટૂંકું પડ્યું હતું.  ગત સાંજથી યાર્ડની બહાર બન્ને બાજુ વાહનોની લાંબી...
gondal   માર્કેટિંગ યાર્ડમાં લસણ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ  હવે જાહેરાત ન આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની પુષ્કળ આવક થવા પામી છે. લસણ ડુંગળીની આવકથી યાર્ડમાં જણસી ઉતારવાનું મેદાન ટૂંકું પડ્યું હતું.  ગત સાંજથી યાર્ડની બહાર બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. રાત્રીના લસણ અને ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી.
ડુંગળીની આવક વધતા હરાજીમાં ભાવ ઓછો બોલાયો
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ  ડુંગળીની 55 થી 60 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. જે ગત આવક કરતા વધુ થવા પામી હતી. ડુંગળીના સિઝનની શરૂઆતમાં 1000 સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે આજરોજ ડુંગળીની આવકમાં વધારો થતાં હરાજીમાં 20 કિલો ડુંગળીના 500 થી 750 રૂપિયા ભાવ બોલાયો હતો. જે ગત આવક કરતા 250 રૂપિયા ભાવ ઓછો બોલાયો હતો.
દરરોજ 30 હજાર કટ્ટાનું વેચાણ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકથી ઉભરાતું હોય છે, ત્યારે આજરોજ ડુંગળી અને લસણની વિપુલ પ્રમાણ આવક થવા પામી હતી. ડુંગળીની આવકની સામે દરરોજના  30 હજાર કટ્ટાનો નિકાલો કરવામાં આવે છે. યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી ડુંગળીની આવકને લઈને જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
લસણના 15 થી 17 બોરીની આવક નોંધાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીની આવકની સાથે સાથે લસણની પણ આવક કરવામાં આવી હતી. આજરોજ લસણની 15 થી 17 હજાર બોરીની આવક થવા પામી હતી. હરરાજીમાં 20 કિલોના ભાવ 2000 થી 2750 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. લસણની આવક ઘટતા ગયા અઠવાડિયા કરતા આ વખતે હરાજીમાં ખેડૂતોને સારા એવા ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.
બહારના રાજ્યો માંથી વેપારી ખરીદી કરવા આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેવાકે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે બીજા રાજ્યના વેપારીઓ જેવા કે મહારાષ્ટ્ર, આસામ, યુપી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના ભારતભર માંથી વેપારીઓ ખેડૂતોની જણસી ખરીદવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.