Gondal Marketing Yard: વરસાદી વાતાવરણ અને યાર્ડમાં જગ્યા ન હોવાથી મગફળીની આવક બંધ કરાઈ
- માર્કેટ યાર્ડમાં અંદાજે 1 લાખથી વધુ મગફળીની ગુણીની આવક
- રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ 900 થી 1250 રૂપિયા
- યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે મગફળીની આવક કરાઈ બંધ
Gondal Marketing Yard: સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળી અને કપાસની ઢગલાબંધ આવક થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Marketing Yard)માં મગફળીની ઢગલાબંધ આવક થઈ રહી છે. વિગતે વાત કરવામાં આવે તો, યાર્ડમાં અંદાજે 1 લાખથી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ હતી. વરસાદી વાતાવરણ હોવાના કારણે ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી છે. કારણ કે, ખેડૂતો વરસાદને પગલે નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)માં મગફળીની મબલખ આવક નોંધાઈ રહી છે. અત્યારે મબલખ આવક વચ્ચે હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 900થી રૂપિયા 1250 સુધીના બોલાયા હતા જ્યારે 66 નંબર મગફળીના 20 કિલોના ભાવ 1600 થી 2200 રૂપિયા સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: Gir Somnath: ‘આવી દિવાળી ઈશ્વર દુશ્મનને પણ ન આપે’ પાક ધોવાઈ જતા ખેડૂતનો પોકાર
યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે મગફળીની આવક બંધ કરાઈ
નોંધનીય છે કે, માર્કેટ યાર્ડમાં થઈ રહેલી મબલખ મગફળીની આવક વચ્ચે વરસાદી વાતાવરણ અને યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જો કે, હવે પ્રશ્ન એ પણ છે કે, જે ખેડૂતોને મગફળી કાઢેલી પડી છે તે ખેડૂતો પોતાનો પાક લઈને ક્યાં જશે? તે ખેડૂતો પણ પોતાના પાકને લઈને નુકસાનની ભીતિ સેવી રહ્યાં હશે તેવું અનુમાન છે. જો પાકને નુકસાન થાય છે તો ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરવાના છે.
આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વર GIDC માંથી ફરી એકવાર ઝડપાયું ડ્રગ્સ, કંપની સંચાલક સહિત અન્ય 2ની ધરપકડ
ખેડૂતોને ֯‘પડ્યા ઉપર પાટુ’ પડી હોય તેવી સ્થિતિ
જુનાગઢ જિલ્લાના અનેક ખેડૂતોનો માગફળી સોયાબીનનો પાક ખેતરમાં પડ્યો છે. ખેડૂતોને ֯‘પડ્યા ઉપર પાટુ’ પડી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો હોય છે. ખેડૂતોનાં પશુધન માટે ઘસાસારો પણ નિષ્ફળ ગયો છે. હવે સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તો ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવે, બાકી મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: MLA Jignesh Mevani નો ગંભીર આરોપ, કહ્યું - ‘હત્યા કે એન્કાઉન્ટર થશે તો IPS પાંડિયન જવાબદાર’