Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, બંને ફરી રિપીટ કરાયા

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડની આજે અઢી વર્ષ માટે જામનગર જિલ્લા રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન તરીકે અને વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી રિપીટ કરાયા હતા. યાર્ડ સંકુલમાં બહોળી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા....
gondal   માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ  બંને ફરી રિપીટ કરાયા
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડની આજે અઢી વર્ષ માટે જામનગર જિલ્લા રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન તરીકે અને વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી રિપીટ કરાયા હતા. યાર્ડ સંકુલમાં બહોળી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.

ચેરમેન અને વાઈસ ચેરમેન બિન હરીફ ચૂંટાઈ આવ્યા

Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગ, સહકારી ખરીદ વેચાણ વિભાગ અને વેપારી વિભાગના કુલ 17 સભ્યો સભ્યો ધરાવતી માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ અઢી વર્ષ માટે ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. ત્યારે પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આજરોજ બપોરે 12 : 30 કલાકે યાર્ડ સંકુલમાં જામનગર જિલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે ફરી અઢી વર્ષ માટે ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનના નામનો મેન્ડેટ મોકલ્યો

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલા યાર્ડ સંકુલ ખાતે બપોરે 2 વાગ્યે પ્રદેશ ભાજપની આગેવાનીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં યાર્ડના ડિરેક્ટરો, ધારાસભ્ય, ભાજપ સંગઢનના અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વાનુમતે ચેરમેન તરીકે અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા નામ સૂચવવામાં આવ્યું હતું.ત્યારે આજે સવારે પ્રદેશ ભાજપ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનના નામનો મેન્ડેટ પોહચતો કરાયો હતો. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની યોજાયેલ ચૂંટણી માત્ર ઔપચારિક બની રહી હતી.

માર્કેટ યાર્ડના ચેરમેને જણાવ્યું કે..

સૌરાષ્ટ્ર ગુજરાતના આધુનિક અને અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના ફરી રીપીટ થયેલા ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું કે, ખેડુતોની સેવા કરવાનો ફરી એકવાર મોકો મળ્યો છે. આ યાર્ડ ખેડૂતોનું છે. યાર્ડ દ્વારા ખરીદાયેલી ૩૮ વીઘા જમીનને આર.સી.સી. ગ્રાઉન્ડ નવા ડોમ સહિતની સુવિધાઓ સાથે ડેવલપ કરાઇ છે. ગોંડલનું યાર્ડ કદાચ પહેલુ યાર્ડ હશે જ્યાં દશ ઇંચ વરસાદ પડે તો પણ ખેડૂતોની કોઈ પણ જણસીઓ પલળે નહી તેવી વ્યવસ્થા કરાઇ છે. ગોંડલ યાર્ડ ઓનલાઈન યાર્ડ બન્યું છે. ખેડૂતોની ખરીદ વેચાણ થતી તમામ પ્રકારની જણસીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. જેટલી શેષ હતી તેમા અઢી ત્રણ કરોડનો વધારો થયો છે. યાર્ડ સંકુલમાં બહારથી આવતા ખેડૂતો માટે ભોજનાલય, નવી ઓફીસ સહિતનું રીનોવેશન કરવામાં આવ્યું છે. યાર્ડમાં દવાખાનું તેમજ ખેડૂત આકસ્મિક મૃત્યુ પામે તો તેમના પરિવારને 5 લાખનું વીમા કવચ સહિત વિકાસના કામો કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ૩૫ કરોડ થી વધુ ખર્ચે નવા આધુનિક શેડ ઉભા કરાશે. તેવું જણાવી તેમણે ભાજપ મોવડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.ચુંટણી વેળા ભાજપ અગ્રણીઓ,સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજણી 
Advertisement
Tags :
Advertisement

.