Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Market Yard: કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે ચાઈનીઝ લસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ, વાંચો આ અહેવાલ

ગોંડલ યાર્ડમાંથી ચાઈનીઝ લસણ મળવા મુદ્દે થયો ખુલાસો ગોંડલ યાર્ડમાંથી મળેલું લસણ ચાઈનીઝ ન હોવાનું ખુલ્યું કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે થયો મોટો ખુલાસો લસણમાં ફંગસ કે કોઈ પ્રકારનો વાયરસ ન હોવાનો ઘટસ્ફોટ Gondal Market Yard: ગોંડલ માર્કેટ યાર્ડ...
gondal market yard  કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે ચાઈનીઝ લસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ  વાંચો આ અહેવાલ
  1. ગોંડલ યાર્ડમાંથી ચાઈનીઝ લસણ મળવા મુદ્દે થયો ખુલાસો
  2. ગોંડલ યાર્ડમાંથી મળેલું લસણ ચાઈનીઝ ન હોવાનું ખુલ્યું
  3. કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે થયો મોટો ખુલાસો
  4. લસણમાં ફંગસ કે કોઈ પ્રકારનો વાયરસ ન હોવાનો ઘટસ્ફોટ

Gondal Market Yard: ગોંડલ માર્કેટ યાર્ડ ચાઈનીઝ લસણના કારણે અત્યારે ઘણું ચર્ચામાં રહ્યું છે. પરંતુ ચાઈનીઝ લસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ગોંડલ યાર્ડમા જે ચાઈનીઝ લસણ આવ્યું હતું તે મુદ્દે મોટો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, ગોંડલ યાર્ડ (Gondal Market Yard)માંથી મળેલું લસણ ચાઈનીઝ ન હોવાનું ખુલ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રણાણે કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે આ મોટો ખુલાસો છે. એટલું જ નહીં પરંતુ લસણમાં ફંગસ કે કોઈ પ્રકારનો વાયરસ પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Advertisement

આ પણ વાંચો: જરૂરિયાતમંદોને રૂ.10-15 હજારની લાલચ આપી એક જ બેંકમાં 42 ખાતા ખોલાવ્યા, કૌભાંડનું નેટવર્ક દુબઈ સુધી

ગોંડલ યાર્ડમાં આ લસણને લઈને મચ્યો હતો મોટો હોબાળો

નોંધનીય છે કે, અત્યારે ચાઈનીઝ લસણને વધુ પરીક્ષણ માટે પૂના મોકલવામાં આવ્યું છે. જેથી લસણ મામલે વધારે ચોક્કસાઈ થઈ શકે અને લસણ નકલી છે કે અસલી તે બાબતે જાણકારી મળી શકે. છેલ્લા ઘણાં સમયથી રાજકોટના ગોંડલ યાર્ડમાં આવેલા લસણને લઈને હોબાળો મચ્યો હતો. અલગ પ્રકારનું લસણ હોવાથી ચાઈનીઝ લસણ હોવાના દાવા થયા હતા. વેપારીએ લસણ મુંબઈથી મગાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે સાથે તે લસણ ચાઈનીઝ નથી તેવું પણ સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch : હત્યા અને હત્યાનાં પ્રયાસમાં BJP અગ્રણીનાં પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

વેપારીએ આ લસણ બેંગલુરું વાયા મુંબઇથી લાવ્યું હતું

રાજકોટ જિલ્લાનાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Market Yard)માં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મળી આવ્યા બાદ ખેડૂતો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે ભારતભરમાં લસણની હરાજી પણ બંધ રહી હતી. ત્યારે હવે આ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. ઉપલેટામાં રહેતા લસણનાં વેપારીએ બેંગલુરું વાયા મુંબઇથી આ લસણ લાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ, લસણનાં નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે.

Advertisement

આ પણ વાંચો: Chotaudepur : જિલ્લા કલેક્ટરને પત્ર લખી સાંસદ કરગર્યા! લખ્યું- અધિકારીઓ સમયસર..!

Tags :
Advertisement

.