Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : અહી ગુજરતમાં સૌ પ્રથમ વખત કશ્મીરી કેસરની ખેતી કરાઇ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ   ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે અહિનાં પ્રગતીશીલ ખેડુતો નવા નવા પ્રયોગો દ્વારા ખેતી કરી ખેતી ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે, અને સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે ગોંડલ ગામના યુવા પ્રગતીશીલ...
gondal   અહી ગુજરતમાં સૌ પ્રથમ વખત કશ્મીરી કેસરની ખેતી કરાઇ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ  
ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે અહિનાં પ્રગતીશીલ ખેડુતો નવા નવા પ્રયોગો દ્વારા ખેતી કરી ખેતી ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે, અને સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે ગોંડલ ગામના યુવા પ્રગતીશીલ ખેડુત બ્રિજેશભાઈ ભીખુભાઈ કાલરીયા એ ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેસરની ખેતી કરી સફળતા મેળવી છે.
5 થી 6 લાખ રૂપીયા પ્રતી કિલોના ભાવે કેસર બજારમાં વહેચાતા હોય છે, ત્યારે ગોંડલના ખેડૂત બ્રિજેશભાઈ એ એક 15x15 ફુટના બંધ એવા કોલ્ડ રૂમમાં એ પણ માટી પાણી કે  સુર્યપ્રકાશ વગર ઉચ્ચ ગુણવતા યુક્ત કેસર ઉગાડયું છે, જે કેસરનું બીયારણ પણ પોતે કાશ્મીરથી લઇ નીયંત્રીત વાતાવરણમાં (ઠંડક-ભેજ) જરૂરીયાત પ્રમાણે વધઘટ કરવામાં આવે છે. જરૂર જણાય તો અલગ-અલગ પ્રકારની લાઈટો દ્વારા ફકત અને ફક્ત પ્લાસ્ટીક અથવા તો લાકડાની ટ્રેમાં કેસરનું બીયારણ મુકી અને કશમીરી કેસર ઉગાડવામાં બ્રિજેશભાઈ એ સૌ પ્રથમ સફળતા મેળવી છે.
બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે  જો નવયુવાનો  ચોકકસ ધ્યેય અને પ્લાનીંગ સાથે ખેતીમાં આગળ વધે તો ખેતી ક્ષેત્રે ચોકકસ પણે સફળતા મેળવી સારી આવક પણ મેળવી શકે છે, અને યુવાનોએ આ દિસામાં પરંપરાગત ખેતી છોડી અને એડવાન્સ ફાર્મીંગ, સ્માર્ટ ફાર્મીંગ, અર્બન ફાર્મીંગ,ઓર્ગેનીક ફાર્મીગ કે ગાય આધારીત ખેતી જેવા ખેતીના વીષયો સાથે આગળ વધવું પડશે.
તેઓને ખેતી વીશેષક અભ્યાસ ન હતો પરંતુ પોતાનો ખેતી સાથેનો લગાવ અને એક જીદ હતી કે ખેતીમાં કંઈક અલગ ઉત્પાદન કરી અને આવક મેળવવી એવો દ્રઢ સંકલ્પ કરેલો હતો. પોતે કોરોના કાળના લોકડાઉન સમયમાં ઘર પર જયારે ખેતીનાં નવા નવા વીષયો ઉપર યુટ્યુબ પર વીડીયો જોઈ ખેતી વીશે જાણવા મળ્યું કે આ પ્રકારની ખેતી પણ થઈ શકે છે. અને ત્યારથી બ્રિજેશભાઈનાં મનમાં કેસરની ખેતી કરવાનો વીચાર આવ્યો. સામાન્ય રીતે કેસરની ખેતીમાં વર્ષમાં એકજ વખત ફલ્લાવરીંગ આવે છે. પરંતુ બ્રિજેશભાઈ વર્ષમાં બે થી ત્રણ વખત ફલ્લાવરીંગ કઈ રીતે લઈ શકાય તેના પર પણ કામ કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.