Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : ગોંડલી નદી કિનારે ખાડામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

GONDAL : ગોંડલ (GONDAL) ની નદી કિનારે ખાડા માં દટાયેલો નવજાત શિશુ નો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરીછે. કોઈ એ અવૈધ સબંધ માં પાપ છુપાવવા નવજાત શિશુ ને દાટી દઇ કૃત્ય કર્યુ કે બીજી કોઈ કહાની છે તે...
gondal   ગોંડલી નદી કિનારે ખાડામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
Advertisement

GONDAL : ગોંડલ (GONDAL) ની નદી કિનારે ખાડા માં દટાયેલો નવજાત શિશુ નો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરીછે. કોઈ એ અવૈધ સબંધ માં પાપ છુપાવવા નવજાત શિશુ ને દાટી દઇ કૃત્ય કર્યુ કે બીજી કોઈ કહાની છે તે અંગે પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

ઘટનાનો વિડિઓ વાઈરલ થતા બનાવ સામે આવ્યો

રાજ્યમાં અવારનવાર માનવતાને શર્મસાર કરતી નવજાત શિશુને ત્યજી દેવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના ગોંડલ શહેરમાં સામે આવી છે. શહેરના ગોંડલી નદીના ખાડા માંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ એ ત્યાં ખાડો કરી દાટી દીધું હતું. નદીનાં કિનારે ખાડામાં દટાયેલી હાલતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.

Advertisement

સામાજિક આગેવાનએ પોલીસને જાણ કરી હતી

શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલ નદી કિનારે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાનો વિડિઓ વાઇરલ થતા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડને વાઇરલ વિડીઓની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝન પી.આઈ એ.સી. ડામોર સહિત સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો. પોલીસે ખાડામાં દાટી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અધુરા માસે બાળક નો જન્મ થયા બાદ નદી કાંઠે દફનાવાયું ?

અધુરા માસે જન્મેલા નવજાત શિશુ ને ખાડો ખોદી દાટી દેવાયુ હતુ. કોઇ પ્રસુતા ને અધુરા માસે બાળક નો જન્મ થયા બાદ તેને અજ્ઞાનતા થી નદી કાંઠે દફનાવાયું છે કે પાપ છુપાવવા કૃત્ય કરાયુ તે અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- KUTCH : માં આશાપુરાના મઢ ખાતે શીશ ઝુકાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી

Tags :
Advertisement

Related News

featured-img
એક્સક્લુઝીવ

ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

featured-img
અમદાવાદ

Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

featured-img
અમદાવાદ

Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક

featured-img
ભાવનગર

Bhavnagar: કળસાર સદભાવના હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત, મામલો પોલીસ મથકે

featured-img
ક્રાઈમ

Gujarat: અરવલ્લી જિલ્લામાં ખાખી ફરી એકવાર શર્મસાર થઇ

featured-img
ગુજરાત

VADODARA : ડેપોમાં ચાલતી કપડાંની દુકાનમાંથી બાળ શ્રમિક મુક્ત કરાવતી પોલીસ

×

Live Tv

Trending News

.

×