ગોંડલ: રસ્તે ભટકતું જીવન જીવતા લોકોના જીવનમાં દિવાળીના રંગો પૂરતું ગોંડલનું સ્વયસેવી જૂથ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
દિવાળીના તહેવારની સિઝન શરૂ થઈ છે. મોટાભાગના પરિવારોએ પોતાના ઘરની સાફ-સફાઈ કરી દીધી છે ત્યારે રસ્તા પર ભટકતું જીવન જીવતા લોકોની વાહરે ગોંડલના સેવાભાવી સ્વયંસેવકોની ટીમ આવી છે. સ્વયસેવકો રખડતા લોકોને નવા કપડા પહેરીને મીઠાઈ આપે છે. આમ ગરીબોના જીવનમાં પણ દિવાળીની રોશની ભરવા માટે આ ગ્રુપ હંમેશા તત્પર રહે છે.
સ્વયસેવકો રખડતા લોકોને નવા કપડા પહેરીને મીઠાઈ આપે છે
ગોંડલમાં રખડતું ભટકતું જીવન જીવતા લોકોની વહારે જયેશભાઈ વાળા ઉર્ફે વ્યાજબીની સેવાભાવી સ્વયસેવકોની ટીમ આવી છે. રસ્તે ભટકતાં લોકોને ગાડીમાં તેડીને ગોંડલના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ખાતે લાવવામાં આવે છે. આશ્રમમાં તેમને ચોખા પાણીથી સ્નાન કરાવે છે. દુર્ગંધ મારતા ફાટેલા તૂટેલા અને ગંદા કપડાં બદલાવી દેવામાં આવે છે. સ્નાન કરી શરીર ચોખ્ખુ થાય તે માટે વાળ દાઢી કરવામાં છે. બાદમાં તેમને તેમની પોતાની જગ્યા પર મૂકવામાં આવે છે. દરિદ્ર લોકોના જીવનમાં મીઠાશ ભરવા માટે મીઠાઈ પણ આપે છે.
આ સ્વયંસેવકો છેલ્લા 20 વર્ષથી સેવા કરે છે
ગોંડલમાં સ્વયંસેવકોને ટીમ છેલ્લા 20 વર્ષથી દરિદ્ર નારાયણની સેવા કરે છે. દર દોઢ મહિને આ સેવા સ્વયમ સેવકો અવિરત કરે છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા જયેશભાઇ વાળા ઉર્ફે (વ્યાજબી) અને તેમની ટીમ વર્ષોથી આ સેવાકીય કાર્ય કરે છે. સેવા કાર્યમાં જયેશભાઇને યાદ કરો એટલે કોઈ પણ સમયે હાજર થઈ જાય છે.
આ પણ વાંચો - ડભોઇ ખાતે ઓવરબ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે