Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ : રાજાશાહી વખતના બંને પુલો તાત્કાલીક ધોરણે હેવી વ્હીકલ માટે બંધ કરવાનો આદેશ કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ શહેરમાંથી પસાર થતા રાજાશાહી સમયના બે પુલો સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં હોઈ તાત્કાલીક અસરથી નવા કરવા જોઈએ, તેવી અનેક રજુઆતો નગરપાલિકામાં કરવા છતા નગરપાલિકાએ કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લેતા અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગોંડલના યતિશ...
ગોંડલ   રાજાશાહી વખતના બંને પુલો તાત્કાલીક ધોરણે હેવી વ્હીકલ માટે બંધ કરવાનો આદેશ કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલ શહેરમાંથી પસાર થતા રાજાશાહી સમયના બે પુલો સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં હોઈ તાત્કાલીક અસરથી નવા કરવા જોઈએ, તેવી અનેક રજુઆતો નગરપાલિકામાં કરવા છતા નગરપાલિકાએ કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લેતા અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગોંડલના યતિશ ગોવિંદભાઈ દેસાઈ દ્વારા P.I.L. કરતા, નામદાર ગુજરાત હાઈકોર્ટે તા.28/6/23 ના રોજ બંને પુલોના રીપોર્ટ રજુ કરવા માટે આદેશ કર્યો હતો.

જે રીપોર્ટ રજુ કર્યા બાદ તેની અમલવારી આજ દિન સુધી ન થતા આજ રોજ વધુ સુનવણીમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે કડક વલણમાં આ બંને પુલો હેવી વ્હીકલ માટે તાત્કાલીક ધોરણથી બંધ કરવાનો આદેશ કર્યો હતો. તેમજ ગુજરાત સરકારની ગંભીરપણે ઝાટકણી કાઢી હતી કે સરકારી અધિકારીની સંપૂર્ણ અનઈચ્છા અને નિરસતા આવી ગંભીર બાબતમાં સેવાઈ રહી છે. તેમજ લોકાના જીવ સાથે રમત કરી રહ્યા છે અને સરકારે આ રીપોર્ટ રજુ કરવાની સાથે કોઈ સોગંદનામું પણ આજ દિન સુધી કરેલ નથી તેમજ સરકારે પોતે પણ આટલો ગંભીર રીપોર્ટ રજુ કર્યા બાદ કોઈ એક્શન લીધેલ નથી. અને સરકારની બંને એજન્સીઓ એક બીજા ઉપર ખો આપે છે અને સંપૂર્ણપણે લેથ૨જીક છે તેવી પણ ટીપ્પણી કરેલ છે. તેમજ બંને પુલો હેવી વ્હીકલ માટે બંધ કરવા રાજકોટ જીલ્લા કલેકટર અને એસ.પી. રાજકોટ ગ્રામ્યને આદેશ કરેલ છે. તેમજ બંને પુલોની મરામત માટે ખર્ચ અંગેની તમામ મંજુરીઓ ૧૫ દિનમાં મેળવવી અને બાકીના બીજા ૧૫ દિનમાં આ કામ ચાલુ કરવાનો પણ નિર્દેશ કરેલ છે. વધુ સુનવણી 10 નવેમ્બરે રાખેલ છે.

Advertisement

આ પણ વાંચો - સાવરકુંડલા : 8 વર્ષની બાળકીને ફાડી ખાતો આદમખોર સિંહ વનવિભાગે બે કલાકની જહેમત બાદ પકડી પાડ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.