Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: રેલવે ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને લઈને વાહન વ્યવહાર કરાયો બંધ

રેલવે ફ્લાય ઓવરબ્રિજનું આજથી કામ શરૂ ગુંદાળા ફાટક આજથી વાહન ચાલકો માટે બંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું Gondal:ગોંડલ (Gonda) શહેરના હાર્દસમાં ગુંદાળા રોડ (Gundala Road) પર ફ્લાય ઓવરબ્રિજ (Fly overbridge) નું કામ આજથી શરૂ થવા જઈ...
gondal  રેલવે ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને લઈને વાહન વ્યવહાર કરાયો બંધ
  • રેલવે ફ્લાય ઓવરબ્રિજનું આજથી કામ શરૂ
  • ગુંદાળા ફાટક આજથી વાહન ચાલકો માટે બંધ
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Gondal:ગોંડલ (Gonda) શહેરના હાર્દસમાં ગુંદાળા રોડ (Gundala Road) પર ફ્લાય ઓવરબ્રિજ (Fly overbridge) નું કામ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ગુંદાળા રોડ પર વાહન વ્યવહાર બંધ કરવામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુંદાળા ફાટક બંધ કરવાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પુલ નું કામકાજ ચાલુ છે ફાટક બંધ છે તેવા સાઇનિંગ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ ફાટકની બન્ને સાઈડ લોખંડના બેરીકેટિંગ બોર્ડ તેમજ પતરાઓ મારી રોડ સજ્જડ બંધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી ગુંદાળા રોડ બંધ રહેશે. વાહન વ્યવહાર માટે રાહદારીઓને વૈકલ્પિક જેતપુર રોડ સાંઢિયા પુલ પરથી તેમજ ઉમવાડા અંડરબ્રીજ નીચેથી વાહનચાલકોને ડાયવર્ટ કરવામાં આવશે અને જ્યાં સુધી રેલવે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ રહેશે ત્યાં સુધી ગુંદાળા ફાટક પર વાહનવ્યવહાર બંધ રહેશે.

Advertisement

ગુંદાળા ફાટક પર રોજીંદા 18 થી 20 ટ્રેનો પસાર થાય છે

ગોંડલ (Gonda)શહેરના મુખ્ય માર્ગો માંથી એક ગુંદાળા રોડ પર એસ.ટી. બસો, સ્કૂલ વાહનો, માર્કેટિંગ યાર્ડ જતા વાહનો ની રોજિંદા હાજારો વાહનોની અવર જવર રહે છે. ગુંદાળા ફાટક પર રોજિંદા અઢાર થી વીસ ટ્રેનો પસાર થતી હોય વારંવાર ફાટક બંધ કરાતું હોય ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે ઓવરબ્રિજનું આજથી કામ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફાટક પણ જ્યાં સુધી કામકાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે

Advertisement

આ પણ  વાંચો -Ahmedabad: હવે ગાર્ડનમાં જવા માટે ચૂકવવો પડશે આટલા રૂપિયા

કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનશે

ગોંડલ (Gonda)શહેરને ફાટક મુક્ત કરવાનો રાજ્ય સરકાર દ્વારા નીર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે ગુંદાળા રોડ પર આવેલ રેલવે ફાટક પર ફ્લાય ઓવરબ્રિજનું કામ જીયુડીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને અંદાજે 27 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. નગરપાલિકા સત્તાધીશો દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ઓવરબ્રિજ ગુંદાળા રોડ પર બચુબાવા ચેમ્બર્સ થી લઈ ગંગોત્રી સ્કુલ સુધી ૬.૫૦ મીટરની લંબાઇ તથા ૭.૫૦ મીટર ની પહોળાઇ નો બનશે.

Advertisement

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Tags :
Advertisement

.