Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : હીટ એન્ડ રનની ઘટનામાં તાલુકા પોલીસમાં ગુન્હો દાખલ; અકસ્માત કરનાર કાર ચાલક મહિલા હતી

GONDAL : GONDAL મોવીયા રોડ પર નવા પુલ પર હીટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકે બાઈક સવાર વિપ્ર યુવાનને હડફેટે લઇ મોત નિપજાવ્યાની ઘટનામાં તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કાર માલીકે પોતાની કાર...
gondal   હીટ એન્ડ રનની ઘટનામાં તાલુકા પોલીસમાં ગુન્હો દાખલ  અકસ્માત કરનાર કાર ચાલક મહિલા હતી

GONDAL : GONDAL મોવીયા રોડ પર નવા પુલ પર હીટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકે બાઈક સવાર વિપ્ર યુવાનને હડફેટે લઇ મોત નિપજાવ્યાની ઘટનામાં તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કાર માલીકે પોતાની કાર તેની સાળી લઇ ગયાનું પોલીસને નિવેદન આપ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૨૯ ની સવારે વાસાવડથી બાઈક પર શક્તિમાન ફેકટરીએ જઈ રહેલાં પાર્થ મહેશભાઈ ત્રીવેદી ઉ.૨૪ ને રુપાવટી નજીક મોવીયા રોડ નવા પુલ પર જીજે ૧૪ એપી ૮૦૧૭ ના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ સાથે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

Advertisement

બનાવ અંગે મૃતક યુવાનના પિતા મહેશભાઈ ત્રીવેદીએ તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા આઇપીસી ૨૭૯,૩૩૭-૩૮,૩૦૪ અ-એમવી એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી એએસઆઇ રીનાબેન માલવીયાએ તપાસ હાથ ધરી હતી.તપાસમાં અકસ્માત સર્જનાર કારનાં માલીક GONDAL  રોયલ પાર્કમાં રહેતા અવનીતભાઇ મનસુખભાઈ પાથર હોવાનું ખુલતા કારનો કબ્જો લઇ પુછપરછ કરતા અવનીતભાઇ એ પોતાની કાર તેના સાળી રીંકલબેન લઇ ગયાનું જણાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : પથ્થરમારાની ઘટના મામલે SHAKTISINH GOHEL એ પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા!

Advertisement

Tags :
Advertisement

.