Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : નગપાલિકાના ચીફ ઓફીસર વિરૂધ્ધ તાત્કાલીક પગલા લેવા કોંગ્રેસની માંગ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાએ પ્રાદેશિક કમીશ્નરને પત્ર લખી જણાવ્યું હતું કે, ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકાની ગેરરીતી ભાજપ શાસિત સરકારે સ્વીકારી છે જેની રાજકોટ જીલ્લા કલેકટરે સરકરને જાણ કરેલી છે કે, ગોડલ નગરપાલિકાના ચીફ ઓફીસર...
gondal   નગપાલિકાના ચીફ ઓફીસર વિરૂધ્ધ તાત્કાલીક પગલા લેવા કોંગ્રેસની માંગ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાએ પ્રાદેશિક કમીશ્નરને પત્ર લખી જણાવ્યું હતું કે, ભાજપ શાસિત ગોંડલ નગરપાલિકાની ગેરરીતી ભાજપ શાસિત સરકારે સ્વીકારી છે જેની રાજકોટ જીલ્લા કલેકટરે સરકરને જાણ કરેલી છે કે, ગોડલ નગરપાલિકાના ચીફ ઓફીસર અને પાલિકાના હોદેદારો દ્વારા ગંભીર બેદરકારી કરેલ હોય જેની સરકારને જાણ કરેલી છે. જેના આધારે ગુજરાત સરકારે ચીફ ઓફીસીરને સસપેન્ડ શું કામ ન કરવા તેની શો-કોઝ નોટીસ પણ આપેલ છે.
Image preview
ચીફ ઓફીસરને બચાવવા માટે સરકાર નિયુક્ત એન્જીનીયરને સસ્પેંડ કર્યો અને ન છુટકે કરાર આધારીત એન્જીનીયરને છુટા કરવાનો હુકમ પ્રાદેશિક કમીશ્નરના હુકમનો ઉલાળીયો કરી આજ દિન સુધી છાવરેલ હતો. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કામગીરી બતાવવાના એક માત્ર આસયથી આ ત્રણેયની સામે પગલા લીધેલ છે.
સરકાર દ્વારા નિયુક્ત એન્જીનીયરને સરકાર જ સસ્પેંડ કરતી હોય તો રાજકીય પીઠબળ ધરાવતા ગોડલ નગરપાલિકાના ચીફ ઓફીસરને શુ કામ છાવરે છે ? ચીફ ઓફીસર વિરૂધ્ધ તાત્કાલીક પગલા લેવા અમારી માંગ છે તેવું અંતમાં જણાવ્યું હતું.
ગુજરાત સરકારે ગોડલ નગરપાલિકાને ૭.૫૦ કરોડની ગ્રાન્ટ આજ યોજના હેઠળ અગાઉથી ફાળવેલ હોય ત્યારે ગોડલના બંને રાજાશાહી વખતના બ્રીજની પીટીશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તેમ છતા આ ૭.૫૦ કરોડની ગ્રાન્ટ બંને રાજાશાહી વખતના બ્રીજની મરામત માટે વાપરવાને બદલે અન્ય સ્થળે ભ્રષ્ટાચાર કરવાના આશયથી વાપરેલ છે.
જે ગુજરાત સરકારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં છુપાવેલ છે. ગુજરાત સરકારની જાણમાં હોવા છતા પણ સરકારે હાલ અને પૂર્વ ગોંડલ નગરપાલિકાના હોદેદારોને આપેલ શો-કોઝ નોટીસ માત્ર ને માત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કામગીરી બતાવવા માટે કરેલ છે. જો પગલા લેવાના હોય તો ભાજપ શાસિત ગોડલ નગરપાલિકાના તમામ ૪૪ સભ્યો સામે પ્રજાના ૭.૫૦ કરોડ રૂપિયાની કરેલ ગેરરીતિ સબબ તમામ સામે વસુલ કરવાની અમો પ્રાદેશિક કમીશ્નર રાજકોટને પત્ર દ્રારા ગોડલ શહેર કોંગ્રસ સમિતિ માંગ કરીએ છીએ.
Advertisement
Tags :
Advertisement

.