Gondal: 48 કલાક બાદ મળી આવ્યો બાળકનો મૃતદેહ, કાર તણાતા 3 લોકો લાપતા થતા હતા
- 28 ઑગસ્ટના વહેલી સવારે તણાઈ હતી ઇકો કાર
- ઇકો કારમાં સવાર ત્રણ લોકો લાપતા થયા હતા
- 48 બાદ ખીલોરીથી મહેતા ખંભાળિયાથી બાળકોનો મૃતદેહ મળી આવ્યો
Gondal: ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ગઈ કાલે 28 ઑગસ્ટના વહેલી સવારે ઇકો કાર તણાઈ હતી મોટી ખીલોરી ગામે કોલપરી નદીના બેઠા પુલ પરથી પર ઇકો કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધતા ઇકો કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી ઇકો કારમાં એક બાળક સહિત પરિવારના ત્રણ લોકો સવાર હતા. જેમાં પતિ પત્નીના મૃતદેહ 28 ઑગસ્ટે ઘટના બન્યા પછીની 10 કલાક બાદ મળી આવ્યા હતા અને પુત્રનો મૃતદેહ 48 બાદ ખીલોરીથી મહેતા ખંભાળિયા ગામ વચ્ચેથી મળી આવ્યો હતો.બાળકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
આ પણ વાંચો: નેત્રંગ તાલુકાના વરખડી ગામે ચાર મહિના પહેલા તૈયાર થયેલું નાળું તણાઈ ગયું, ભ્રષ્ટાચારના આક્ષેપ
ત્રણ દીકરીઓએ માતા પિતાને અગ્નિદાહ આપ્યો
28 ઑગસ્ટના રોજ વહેલી સવારે ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇકો કાર સહિત પતિ-પત્ની અને એક બાળક તણાયા હતા. જેમાં 28 ઑગસ્ટના દિવસે પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. જે 29 ઑગસ્ટના બપોર બાદ ત્રણ દીકરીઓએ માતા-પિતાને અગ્નિદાહ આપ્યો હતો. દીકરીઓએ અગ્નિદાહ આપતાજ ગ્રામજનો, સગા સંબંધીઓ, પરિવારજનોની આંખમાં આંસુઓ વહેવા લાગ્યા હતા.
આ પણ વાંચો: 176 ટકા વરસાદ સાથે કચ્છ ઝોનમાં સૌથી મોખરે, આ વિસ્તારમાં સરેરાશ માત્ર એક ટકા જેટલો વરસ્યો
ગોંડલ ફાયર ને 28 ઑગસ્ટે વહેલી સવારે વારા જાણ થઈ હતી
ઇકો કારમાં સવાર પરિવાર 28 ઑગસ્ટે ગોંડલના મોટી ખીલોરી ગામે તેમના સાઢુભાઈના ઘરે જતા હતા.તે દરમિયાન ઇકો કાર પાણીમાં તણાઈ હતી ગોંડલ નગરપાલિકા ફાયર ટીમને ગઈ કાલે 28 ઑગસ્ટને સવારે સવાછ વાગ્યા આસપાસ ટેલિફોન દ્વારા જાણ થઈ હતી. ફાયર સ્ટાફના તરવૈયા મોટી ખીલોરી ગામે ઘટના સ્થળે પહોંચીને પરિવારની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ઇકો કાર મળી આવી હતી. ઇકો કારમાં સવાર ત્રણ વ્યક્તિ લાપતા હતા. નદીમાંથી ઇકો કારને અન્ય વાહનોની મદદથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભાદર નદીના પાણી શહેરના 5 હજાર ઘરોમાં ઘૂસ્યા, બંદરની કુલ 7 થી 8 બોટોને પણ નુકસાન
બાબરા તાલુકાના રાયપર ગામનો પરિવાર હતો
મોટી ખીલોરી ગામ પાણીમાં તણાઈ ગયેલી ઇકો કારમાં બાબરા તાલુકાના રાયપર ગામનો રાદડિયા પરિવાર હતો. રાયપર ગામે રહેતા જયરાજભાઇ પરસોતમભાઈ રાદડિયા (ઉ.વ.40), સોનલબેન જયરાજભાઇ રાદડિયા (ઉ.વ.39) અને ધર્મ જયરાજભાઇ રાદડિયા (ઉ.વ.7) આ ત્રણેય વ્યક્તિ ઇકો કારમાં સવાર હતા. મૃતક જયરાજભાઇ રાયપરથી વહેલી સવારે મોટી ખીલોરી ગામે રહેતા રાજુભાઇ પદમાણીને લઈને તેમના બીજા સાઢુભાઈના ઘરે જૂનાગઢ જિલ્લાના કરિયા ગામે જયેશભાઇના સાઢુભા ના પિતાના લૌકીક ક્રિયામાં જવાના હતા.
પતિ-પત્નીના બન્ને મૃતદેહ ગોંડલ ફાયર ટીમે પાણીમાંથી બહાર કાઢ્યા
ગોંડલ ફાયરની ટીમના તરવૈયાને 28 ઑગસ્ટે ઘટના બન્યાના 8 કલાક બાદ બેઠી ધાબીથી 200 ફૂટ દૂર જયરાજભાઇ પરસોતમભાઈ રાદડિયાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જયેશભાઇનો મૃતદેહ બહાર નીકળ્યા બાદ 2 કલાક પછી જયેશભાઇની પત્ની સોનલબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. બન્નેના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.