Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GONDAL : ટાઉનહોલ ખાતે મહારાજા સર ભગવતસિંહજીના વિશાળ ચિત્રનુ અનાવરણ કરાયું

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  નગરપાલિકાના પુર્વ પ્રમુખ તથા નાગરીક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા એ કરેલા સુજાવ મુજબ પેન્ટર મુનીર બુખારીએ ચિત્ર દ્વારા મહારાજા ને જીવંત કર્યા છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન અશોકભાઈ પીપળીયાએ ભગવત ગાર્ડન અને આધુનિક...
05:26 PM Nov 07, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
નગરપાલિકાના પુર્વ પ્રમુખ તથા નાગરીક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા એ કરેલા સુજાવ મુજબ પેન્ટર મુનીર બુખારીએ ચિત્ર દ્વારા મહારાજા ને જીવંત કર્યા છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન અશોકભાઈ પીપળીયાએ ભગવત ગાર્ડન અને આધુનિક ભગવતસિંહજી ટાઉનહોલની ગોંડલ ને ભેટ આપી હતી. ભગવતસિંહજીના વિરાટ ચિત્ર માટે પેન્ટર મુનીર બુખારીએ વિનામુલ્યે સેવા આપી હોવાથી રાજવી હિમાંશુસિંહજી દ્વારા તેમનુ સન્માન કરાયુ હતુ.
ભગવતસિંહજી આજે પણ ગોંડલની પ્રજામાં ધબકી રહ્યા છે
રાજવી હિમાંશુસિંહજી એ જણાવ્યુ કે સંસ્કૃતી સર્જક ભગવતસિંહજી આજે પણ ગોંડલની પ્રજામા ધબકી રહ્યા છે. પુર્વ નગરપતિ મનસુખભાઇ સખીયાએ સર ભગવતસિંહજીના સંભારણા રજુ કર્યા હતા. અશોકભાઈ પીપળીયાએ ભગવત ગાર્ડન અને ટાઉનહોલ અંદર આર્ટ ચિત્રોનું નિર્માણ થશે તેવુ કહી પ્રજા વત્સલ્ય રાજવી સર ભગવતસિંહજીનુ ઋણ આપણે ચુકવી રહ્યા છીએ એવું જણાવ્યુ હતુ.
ચિત્રકારે અનેક ઉંચી ઈમારતો પર ચિત્ર દોરી ગોંડલનું નામ રોશન કર્યું છે
ચિત્રકાર પેન્ટર મુનીર બુખારી દેશની ઉચી ઇમારતો પર બ્રશ તથા એરગનથી પેઇન્ટિંગ કરીને જાણીતા બનેલા ઇન્ટરનેશનલ કલાકાર છે. તેઓએ દિલ્હી, મુંબઈ, બેંગલોર, કોઇમ્બતુર સહિત વિરાટ પેઇન્ટિંગ બનાવી ગોંડલનુ નામ રોશન કર્યુ છે.
અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીના ચિત્ર અનાવરણ નિમીતે નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, નગરપાલિકા સદસ્યો ઓમદેવસિંહ જાડેજા, આશિફભાઇ ઝકરીયા, કૌશિકભાઈ પડારીયા, અનિલભાઈ માધડ, મનીષભાઈ રૈયાણી, ધીરુભાઇ સરધારા, રમેશભાઈ સોંદરવા, રફીકભાઈ કઇડા, શૈલેષભાઈ રોકડ, ગફારભાઇ ચૌહાણ, નિલેશભાઈ પરમાર સહિત સદસ્યો ઉપરાંત ક્ષત્રીય સમાજના દિગ્વિજયસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા, મહામંત્રી અશોકભાઈ પરવાડીયા સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને તમામ જણસીની આવક રહેશે બંધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
MAHARAJAportraitSir Bhagwat Singhtown hallunveiled
Next Article