Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પગપાળા જતાં 4 યુવક પર છરી વડે હુમલો કરનારા બાઇકચાલક સહિત 2 ઝબ્બે

એક યુવાનને પડખાનાં ભાગે, બે યુવાનોને હાથમાં અને એકને કપાળનાં ભાગે છરી લાગી હતી.
gondal   પગપાળા જતાં 4 યુવક પર છરી વડે હુમલો કરનારા બાઇકચાલક સહિત 2 ઝબ્બે
Advertisement
  1. કડિયાલાઈનમાં લુખ્ખાગીરીની ઘટનામાં બાઇકચાલક સહિત 2 ઝબ્બે (Gondal)
  2. પગપાળા જતાં 4 પરપ્રાંતીય યુવકો પર છરી વડે કર્યો હતો જીવલેણ હુમલો
  3. પોલીસે આરોપીઓને સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) આવેલ કડિયાલાઈનમાં નજીવી બાબતે અજાણ્યા બાઇકચાલકે પગપાળા જતાં 4 પરપ્રાંતીય યુવાનને છરી મારી ઇજાગ્રસ્ત કરવાની સનસનીખેજ ઘટના બની હતી, જેમાં પોલીસે કાર્યવાહી કરી 2 શખ્સને ધરપકડ કરી છે અને આગવી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ પણ વાંચો - વિકાસના પથ પર અગ્રેસર Gujarat ની છબી ખરાબ કરનારાઓ પર લગામ ક્યારે ?

Advertisement

જોઈને ચલાવવાનું કહેતા બાઇકચાલકે હુમલો કર્યો

જણાવી દઈએ કે, ગોંડલમાં (Gondal) ટ્રાફિકથી ધમધમતા એવા કડિયાલાઈન વિસ્તારમાં SBI બેંકની સામે ઉમવાળા ચોકડી પાસે રહેતા મજૂર પરિવારનો ડિટ્યા સિંગડ (ઉ.22), કૈલાશ ડિટ્યા સિંગડ (ઉ.16), કમલેશ બહાદુર મીનામા (ઉ.25) તથા સાગર રામસિંગ ભુરીયા (ઉ.16) પગપાળા જઇ રહ્યા હતા. દરમિયાન, અજાણ્યાં બાઇકચાલકનું બાઇક અડી જતાં મજૂર પરિવારે જોઈને ચલાવવાનું કહેતા બાઇકચાલકનો પીતો છટકતા ભરબજારે 4 જેટલા યુવાનોને છરીનાં ઘા મારી દીધા હતા. આ ઘટના બાદ ચારેય યુવાનોને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં (Gondal Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. એક યુવાનને પડખાના ભાગે, બે યુવાનોને હાથમાં અને એકને કપાળનાં ભાગે છરી લાગી હતી. ચારેય યુવાન પૈકી પડખાના ભાગે ઇજા થનાર સાગર ભુરીયાને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Rajkot: બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, રૂરલ SOG દ્વારા કાર્યવાહી શરૂ

CCTV આધારિત તપાસ કરી આરોપીઓની ધરપકડ કરાઈ

બનાવને પગલે A ડિવિઝન પોલીસનાં (A Division Police) PI આનંદ ડામોર, PSI જાડેજા, સર્વેલન્સ સ્ટાફ અને LCB બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે CCTV આધારિત તપાસ કરી શ્રમિક યુવાનો પર હુમલો કરનાર સાંઢિયાપુલ પાસે રહેતા રાહુલ રાજુભાઇ ડોડીયા (ઉ.20) તથા વોરકોટડા રોડ આવાસ ક્વાર્ટરમાં રહેતા ઉમંગ રમેશભાઈ ગૌસ્વામી (ઉ.24) ને ઝડપી લઇ આગવી સરભરા કરી લુખ્ખાગીરીની ખો ભુલાવી દીધી હતી. રાહુલ વાહનચોરી તથા ઉમંગ મારામારીમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Rajkot: દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પની શરૂઆત, ગુરુવારે 400થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો

Tags :
Advertisement

Trending News

.

×