Harshad Bhojak ના બેંક લોકરમાંથી મળી આવ્યા સોનાના બિસ્કીટ અને ચાંદીનીં ઈંટો
- ઘરેથી પણ મળી આવ્યા હતા 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ
- સોના સાથે મળી આવી હતી 73 લાખની રોકડ રકમ
- બેંક લોકરમાંથી મળી આવ્યા સોનાના બિસ્કીટ
Harshad Bhojak: અમદાવાદ એએમસીના 20 લાખની લાંચ લેતા પકડાયેલા આરોપી હર્ષદ ભોજક (Harshad Bhojak)નો કેસ અત્યારે ખુબ જ ચર્ચામાં છે. જેમાં અત્યારે અનેક મોટી જાણકારી સામે આવી રહીં છે. આ અધિકારીના ઘરેથી 73 લાખ રોકડા અને 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ મળી આવ્યા છે. અત્યારે તેમાં મોટા વિગતો સામે આવી છે. અમદાવાદ એએમસીના 20 લાખની લાંચ લેતા પકડાયેલા આરોપી ભોજક (Harshad Bhojak)ના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા વાડજ શાખાના બેંક લોકરમાંથી પંચો રૂબરૂ જડતી તપાસ કરતા 30 લાખ રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ અને ચાંદી ના ચોરસા મળી આવ્યા છે.
આ પણ વાંચો: ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા
40 લાખ રૂપિયા જેટલી રકમના સ્ત્રી પુરુષના ઘરેણા મળી આવ્યા
નોંધનીય છે કે, અત્યારે હર્ષદ ભોજક (Harshad Bhojak)ના બેંક લોકરમાંથી સોનાના બિસ્કીટ મળી આવ્યા તેને સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે સાથે 40 લાખ રૂપિયા જેટલી રકમના સ્ત્રી પુરુષના ઘરેણા મળી આવ્યા હતા. જે લોકર તપાસ કામે સીઝ કરવામાં આવ્યા છે. જેથી કુલ મળી 70 લાખ જેટલી મતાના દર દાગીના અને સોનાના બિસ્કીટ મળી આવ્યા હતાં. નોંધનીય છે કે, અત્યારે તે તમામ મુદ્દા માલને કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલી રહીં છે.
10 માળના બિલ્ડીંગનું ગેરકાયદેસર નિર્માણ થવા દીધું
અમદાવાદ AMC ના આસિ. TDO લાંચ મામલે આજે ગુજરાત ફર્સ્ટ સના એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યું હતું. 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા અમદાવાદ કોર્પોરેશનના આસિ.ટાઉન પ્લાનિંગ ઓફિસર હર્ષદ ભોજકે (Harshad Bhojak)જમાલપુર વોર્ડમાં 10 માળના બિલ્ડીંગનું ગેરકાયદેસર નિર્માણ થવા દીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે. જમાલપુર વોર્ડમાં સના એપાર્ટમેન્ટ નામનું 10 માળવનું બિલ્ડીંગ ઉભુ થઇ ગયું હોવા છતાં હર્ષદે કોઇ કાર્યવાહી કરી ન હતી અને તેથી ઓગષ્ટ 2023માં મ્યુનિ.કમિશનરે હર્ષદને શો કોઝ નોટિસ આપીને ખુલાસો પણ પુછ્યો હતો.