Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal: મઘાસર જીઆઇડીસીમાં બંધ ફેકટરીની આડમાં ચાલતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ

મોટી માત્રામાં વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું મઘાસર જીઆઇડીસીમાંથી જથ્થાબંધ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી Panchmahal: ગુજરાતમાં વિદેશી દારૂના અનેક જગ્યાએથી અડ્ડા ઝડપાયા છે, જેના સામે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી...
05:26 PM Aug 11, 2024 IST | VIMAL PRAJAPATI
Panchmahal News
  1. મોટી માત્રામાં વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું
  2. મઘાસર જીઆઇડીસીમાંથી જથ્થાબંધ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું
  3. પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી

Panchmahal: ગુજરાતમાં વિદેશી દારૂના અનેક જગ્યાએથી અડ્ડા ઝડપાયા છે, જેના સામે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. પંચમહાલ (Panchmahal)ની મઘાસર જીઆઇડીસીમાં જથ્થાબંધ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. અહીંથી લાખો રૂપિયોનો દારૂ ઝડપાયો છે. રાજસ્થાન સહિતના પાડોશી રાજ્યમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી વેપલો કરાતો હતો. હાલોલ રૂરલ પોલીસે રેડ કરી બંધ ફેકટરીની આડમાં દારૂના ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: બારડોલી ખાતે જિલ્લા BJP મધ્યસ્થ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

એક કન્ટેનર સાથે બાઇક સાથે બે આરોપીની ધરપકડ ક

અંદાજીત 1000 પેટી કરતા વધુ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો જથ્થો હોવાની માહિતી સામે આવી છે. દારૂના જથ્થાનો સંગ્રહ કરી હાલોલ અને વડોદરા સહિત આસપાસના ડિલર સ્પોટ પર મોકલાતો હતો. વર્ષોથી સુવ્યવસ્થિત રીતે દારૂની સંગ્રહખોરી અને વેપલાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, પોલીસે છાપો મારી દારૂના જથ્થા સહિત, છોટા હાથી, એક કન્ટેનર અને બાઇક સાથે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

જીઆઇડીસીમાં જથ્થાબંધ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું

નોંધનીય છે કે, બંને આરોપી રાજસ્થાનથી દારૂ વહન કરી લાવેલ વાહનોના ડ્રાઇવર છે. અન્ય કેટલાક આરોપી પોલીસને જોઈ ભાગી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે હાલ મુદ્દામાલની ગણતરી સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. આ તમામ આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પંચમહાલ (Panchmahal)ની મઘાસર જીઆઇડીસીમાં જથ્થાબંધ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. જેની સામે હવે કાયદાકીય પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Rain: અમદાવાદ સહિત આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Tags :
GujaratGujarat NewsGujarati NewspanchmahalPanchmahal News
Next Article