Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GKTS : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન, અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત

GKTS : મહેસાણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું ખેરાલુમાં સ્નેહ મિલન યોજાયું હતું. ત્યારે આ સ્નેહ મિલનમાં ગાંધીનગરના ધારાસભ્ય અને GKTS ના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડનગર, સતલાસણા અને ખેરાલુના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ...
gkts   ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન  અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત

GKTS : મહેસાણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું ખેરાલુમાં સ્નેહ મિલન યોજાયું હતું. ત્યારે આ સ્નેહ મિલનમાં ગાંધીનગરના ધારાસભ્ય અને GKTS ના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડનગર, સતલાસણા અને ખેરાલુના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન બાદ વડનગરથી ખેરાલુ સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ખેરાલુમાં પ્રજાપતિ સમાજની વાડીમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગરના ધારાસભ્ય અને GKTS ના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

Advertisement

અલ્પેશ ઠાકોર આવે એટલે શંકા કુશંકા થવાની સ્વાભાવિક છે

ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી અલ્પેશ ઠાકોર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર આવે એટલે શંકા કુશંકા થવાની સ્વાભાવિક છે. સાથે જ વધુમાં તેમણે જણાવ્યું કે તેમણે અત્યાર સુધી મુક્તિ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. વ્યસનમાં રહેલા સમાજે ઘણું બધુ ગુમાવ્યું છે. અને જમીન જાગીરી અને મોભા વાળા સમાજને ઉગારવા તેમણે ઘણા પ્રયાસ કર્યા છે.

વ્યસન ના કરતાં હોવાથી 105 વર્ષ જીવ્યા હતા

તેમણે જણાવ્યું કે તેમના લગ્નના જ્યારે 26 વર્ષ પૂર્ણ થયા ત્યારે તેમણે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. અને ત્યારે તેમાં કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી અને તેમને પૂછ્યું હતું કે તે દારૂ ક્યારે બંધ કરાવશે. ત્યારે તેમણે કહ્યું કે કેટલા અડ્ડાઓ બંધ કરાવ્યા છે તે કોઈ ગણતું નથી. પણ જ્યાં દારૂનું સેવન થાય છે ત્યાં જ કંકાસ થતો હોય છે અને તકલીફ પણ તે જ લોકોને થતી હોય છે. પરંતુ કળિયુગમાં સત્ય માટે લાડવા નીકળવું એ ખૂબ જ અઘરું કામ છે. આ સાથે જ તેમણે તેમના દાદાની વાત કરતા જણાવ્યું કે તેમના દાદા કોઈ જ પ્રકારનું વ્યસન ના કરતાં હોવાથી 105 વર્ષ જીવ્યા હતા.

Advertisement

ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન માટે નિયમો

વધુ માં તેમણે ગિફ્ટ સિટીની વાત કરતાં જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન માટે નિયમો બનાવવામાં આવ્યા છે.અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતે ભારતને નરેન્દ્રભાઈ મોદી જેવા સિંહ આપ્યા છે. રામ મંદિર નરેન્દ્ર મોદીના કારણે શક્ય બન્યું છે.

7 વર્ષમાં સમાજ માટે આવનારા 100 વર્ષનું વિચાર્યું

અલ્પેશ ઠાકોરે તેમના રાજનીતિ કરિયરની વાત કરતાં જણાવ્યું કે, તેમણે આ 7 વર્ષમાં શું કર્યું તેનો હિસાબ તે નહીં આપી શકે પરંતુ તેમણે આ 7 વર્ષમાં સમાજ માટે આવનારા 100 વર્ષનું વિચાર્યું છે. અને તે ગાંધીનગર ખાતે તેમના સમાજની સૌથી મોટી સંસ્થા બંવવા જઈ રહ્યા છે. તેમણે સમાજ માટે ઘણું બધુ કર્યું છે અને આગળ પણ કરતા જ રહેશે. તે રામના નામથી ગાંધીનગરમાં રામ મંદિર અને શૈક્ષણિક સંકુલ સમાજનું બનાવવા માટે મથી રહ્યા છે.

આ પણ વાંચો - SURAT : અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.