Gir Somnath: હત્યાની કોશિશ કરનારા આરોપીઓને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યા
- આરોપીઓ તાત્કાલિક વેરાવળ સિટી પોલીસ પકડી જેલ હવાલે કર્યો
- હત્યાની કોશિશમાં ઉપયોગમાં લીધેલ હથિયાર રિક્વર કર્યા
- વેરાવળ સિટી પોલીસમાં એક માર મારવાની નોંધાઈ હતી ફરિયાદ
- આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી
Gir Somnath: ગીરસોમનાથના વેરાવળમાં હત્યાની કોશિશના ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક વેરાવળ સિટી પોલીસે પકડી પાડ્યાં છે. વેરાવળ સિટી પોલીસે હત્યા ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયારને પણ જપ્ત કર્યું છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 18ના રોજ એકસંપ કરી માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે અત્યારે વેરાવળ સિટી પોલીસે કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: પાણીયારા Porbandar માં પાણીયારા નેતાઓ હવે નથી ! કે પોરબંદરનું પાણી બચાવે.....!!
પોલીસે ઘટનામાં કુલ 6 આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા
વેરાવળ સિટી પોલીસે યાકુબ તાજવાણી, હુસેન ઉર્ફ માગીયો તાજવાણી, શકીલ તાજવાણી, અયુબ તાજવાણી, તૌફીક તાજવાણી અને રહેમાન મોરી સહિત 6 ઇસમોને પકડી પાડ્યા છે. આરોપીઓની રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન બનાવ વખતે ઉપયોગમાં લીધેલ હથિયાર પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે અત્યારે આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ભરૂચનાં 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ Sabarkantha માંથી આવી હૈયું કંપાવતી ઘટના!
આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. હત્યાની ઘટનાઓ અત્યારે ખુબ જ વધી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જો કે, પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહીં છે. પરંતુ નાની વાતમાં અત્યારે લોકો હિંસા પર ઉતરી આવતા હોય છે. જો કે, અત્યારે તો પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Ahmedabad: દિવસે રેપીડો બાઈક ચલાવતા અને રાત્રે લૂંટને અંજામ આપતા, આખરે પોલીસે દબોચી લીધા