Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath: પ્રગતિશીલ ખેડૂત યુવાને બનાવ્યો ડ્રાયફ્રુટ ગોળ

Gir Somnath: ગીર સોમનાથ (Gir Somnath) ના તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યો છે.પૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રુટ ગોળની સીઝનમાં ખૂબ માંગ રહે છે.નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેઈલ વહેંચાણ કરે...
gir somnath  પ્રગતિશીલ ખેડૂત યુવાને બનાવ્યો ડ્રાયફ્રુટ ગોળ

Gir Somnath: ગીર સોમનાથ (Gir Somnath) ના તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યો છે.પૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રુટ ગોળની સીઝનમાં ખૂબ માંગ રહે છે.નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેઈલ વહેંચાણ કરે છે.આ ગોળમાં કાજુ,બદામ,કિસમિસની સાથે ગાયનું દેશી ઘી પણ ઉમેરવામાં આવે છે. સાથે જ આયુર્વેદિક ઓસડીયા ગોળમાં નાખીને સ્વાસ્થ્યવર્ધક ગોળ તૈયાર કરવામાં આવે છે. અને આવો સ્વાસ્થ્ય વર્ધક ગોળ અહીંના લોકોમાં ખુબજ પ્રિય છે.

Advertisement

ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે ઉમદા

ગિરનો દેશી ગોળ કેસર કેરી અને કેસરી સિંહ એ ગીરની આન,બાન અને શાન છે.ગીર જંગલ બોર્ડેરની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે ઉમદા છે. અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને તાલાળા તાલુકાના ગીર બોર્ડેરને અડીને આવેલા બોરવાવ ગામમાં ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રુટ ગોળ એક પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે. પોતાના ગોળ ઉત્પાદન કેન્દ્રમાં ગિરનો શ્રેષ્ઠ દેશી ગોળ આ યુવાન બનાવે છે.જે માત્ર પ્રાકૃતિક પદ્ધતિ વડે ઉત્પાદિત કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ યુવાન સંજયભાઈને ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા થઈ હતી. ત્યારબાદ તેમણે અભ્યાસ કર્યો અને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવ્યું ત્યારે ડ્રાયફ્રુટ ગોળ બન્યો હતો.

કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ જેવા તત્વો

શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જેથી સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે. તેમાં વિશેષ ઉમેરો થયો ડ્રાયફ્રુટ અને આયુર્વેદિક ઓસડીયા,કાજુ બદામ અને કિસમિસ,કેસરની સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસડીયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો હતો. સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ એક કિલોનો ભાવ રૂપિયા 51 થી 55 છે, જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળ એક કિલોનો ભાવ 110/- રૂપિયા જેટલો છે. આ ગોળ ફ્રીઝમાં એક વર્ષ અને ફ્રીઝની બહાર 3 મહિના સારો રહે છે. ગોળમાં કાઈજ થતું નથી પરંતુ ગોળમાં રહેલું ડ્રાયફ્રુટ ખોરૂ થવાની શકયતા રહેલી છે.

Advertisement

ડ્રાયફ્રુટ ગોળ દરેકને પોષાય તેવી કિંમતે

ગીર (Gir Somnath) ના બોરવાવ ખાતે બનતા ડ્રાયફ્રુટ ગોળની વર્તમાન સમયમાં સારી એવી માંગ છે. લોકો અહીં રાબડા પરથી જ ખરીદી કરવા આવે છે. જરૂરિયાત મુજબનો ડ્રાયફ્રુટ ગોળ લઈ જાય છે. આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે. 110/- રૂપિયાનો એક કિલો ડ્રાયફ્રુટ ગોળ દરેકને પોષાય તેવી કિંમતે છે. અને ખાસ કરીને આ ગોળ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે.

પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળનું વેચાણ કરે છે

ઉમદા શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે. શેરડીના રસમાં માત્ર ચુનો અને ભીંડી નામની વનસ્પતિ નાખીને રસ સાફ કરી ગોળ બનાવવામાં આવે છે. અન્ય કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી. ડ્રાયફ્રુટ ગોળ બનાવવા માટે ચાસણી પણ ખૂબ ટાઈટ ઉતારવી પડે છે. એટલે કે શેરડીના રસને ખૂબ બાળવો પડે છે. માટે ઉતારો ઘટવાને કારણે ખર્ચ પણ વધે છે. આમ છતાં પણ નજીવા નફે આ શિક્ષિત ખેડૂત પોતાના શોખ અને સ્વાદને લઈને આ પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળનું વેચાણ કરે છે.

Advertisement

આ પણ વાંચો - મૂઠી ઉંચેરા નવલોહીયા યુવાનને પ્રેરણાદાયી શ્રધ્ધાંજલી,108 લોકોએ કર્યું રક્તદાન

Tags :
Advertisement

.