Ambaji : ઉતરાયણના દીવસે અંબાજી મંદિરમાં સોનાના હારની ભેટ
Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ( Ambaji ) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ( Ambaji ) દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી...
Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ( Ambaji ) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ( Ambaji ) દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિર વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ
અંબાજી (Ambaji) મંદિર ઉપર નાના-મોટા 358 સૂવર્ણ કળશ લાગેલા છે, એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરનો શિખરથી નીચે સુધીનો અડધો ભાગ સોનાથી બનેલો છે. અંબાજી મંદિર વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ આગામી સમયમાં બનવા જઈ રહ્યું છે ત્યારે અંબાજી મંદિરમાં ભક્તો સોનું અને સોનાનો હાર મોટી સંખ્યામાં દાનભેટ આપતા હોય છે.
અંબાજી મંદિરમા એક માઈભક્તે સોનાનો હાર ભેટ આપ્યો
આજે ઉત્તરાયણના દિવસે અંબાજી મંદિરમા એક માઈભક્તે સોનાનો હાર ભેટ આપ્યો હતો.સોનાના હાર સાથે બુટી નંગ જડિતનો હાર ભેટ આપવામાં આવી છે. જેની કિંમત 3,27,501 અને વજન 58.500 ગ્રામ છે.જોધપુર,સુરત અને બાડમેરના ભક્તો પૈકી એક ભકતે હાર ભેટ આપ્યો છે. છેલ્લાં 4 દીવસથી યાત્રા પર નીકળેલાં ભક્તોએ નાકોડા, બાડમેર , માંડોલી અને સોનાના ખેતલાજીના દર્શન કર્યા બાદ અંબાજી પહોચ્યાં હતાં. દર વર્ષે ભક્તો અંબાજી મંદિર આવે છે. અંબાજીમાં માઇભક્તો પોતપોતાની યથાશક્તિ ભેટ આપતાં જ રહે છે. ઉતરાયણના દિવસે એક માઇભક્તે સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો હતો. સોનાના હાર સાથે નંગ જડિત હાર પણ ભેટ આપ્યો છે. આજે ઉતરાયણના દિવસે ભક્તોએ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
આ પણ વાંચો - Mandvi : માંડવીમાં આવેલ બેક ઓફ બરોડામાં લાગી આગ
આ પણ વાંચો - Uttarayan-2024 : વિવિધ મંદિરોમાં વિશેષ શણગાર, દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, PM મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement