રીબડા ખાતે લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન, મહાસંમેલનમાં પાટીદાર સમાજ ઉમટી પડશે
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આજે બપોરે 4 વાગ્યે ગોંડલના રીબડા ખાતે લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન આયોજન કરવામાં આવનાર છે. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેવાના છે. આ સંમેલનમાં ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ રહેશે હાજર રહેવાના છે.
માજી ધારાસભ્ય જયરાજસિંહ રહેશે હાજર
રીબડા લેઉવા પટેલ સમાજ દ્વારા રીબડા ખાતે તા.૨૨ શુક્રવાર બપોરે ચાર કલાકે મહાસંમેલનનું આયોજન કરાયુ છે. સંમેલનમાં ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,રાજકોટનાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયા,કુરજીભાઈ ભાલાળા,ગોપાલભાઈ શિંગાળા,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,પ્રફુલભાઈ ટોળીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.
સંમેલનમાં શાપર વેરાવળ,ઢોલરા,કાંગશીયાળી,પાળ,ગુંદાસરા,સડકપીપળીયા,રીબ,મુંગાવાવડી,રાવકી, પારડી,કોઠારીયા,રીબડા,ગોંડલ, ભુણાવા,હડમતાળા સહિતનો પાટીદાર સમાજ ઉપસ્થિત રહેનાર છે. મહાસંમેલનને ગોંડલની ટીમ ગણેશ તથા જય સરદાર યુવા ગૃપનો સહયોગ સાંપડયો છે.
આ પણ વાંચો -- GETCO : જેટકો ભરતી વિવાદમાં કાર્યવાહી, વધુ એક અધિકારીની બદલી અને 12 અધિકારીઓને નોટિસ