Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar: પાટડીમાં રાત્રે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 08 લોકો થયા ઇજાગ્રસ્ત

મહિલા રસોઈ બનાવી રહી હતી તે દરમિયાન ઘટના બની અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ઘરમાં પ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં મહેમાનો પણ હતા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં Surendranagar: સુરેન્દ્રનગર પાટડી ખાતે રાત્રે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો...
surendranagar  પાટડીમાં રાત્રે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ  08 લોકો થયા ઇજાગ્રસ્ત
  1. મહિલા રસોઈ બનાવી રહી હતી તે દરમિયાન ઘટના બની
  2. અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી
  3. ઘરમાં પ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં મહેમાનો પણ હતા
  4. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં

Surendranagar: સુરેન્દ્રનગર પાટડી ખાતે રાત્રે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થતાં 08 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં. મહિલા રસોડમાં રસોઇ બનાવી રહી હતી તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

આ પણ વાંચો: VADODARA : "મનમાની" કરતા પોણો ડઝન AAP કાર્યકરો સામે ફરિયાદ

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 08 વ્યક્તિઓ દાઝ્યા

એક દિવસ અગાઉ ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી ઘરે મોટી સંખ્યામાં મહેમાનો આવેલા હતા. આવા જ સમયે ગેસ સિલેન્ડર બ્લાસ્ટ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 08 વ્યક્તિઓ દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં. અહીં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ઇજાગ્રસ્ત તમામ વ્યક્તિઓની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: બેધડક Salim Khan...સલમાન ક્યારેય માફી નહીં માગે....

સંગમાં આવેલા મહેમાનોમાં પણ દોડધામ મચી ગઈ

ઘરે પ્રસંગ હતો અને આવી દુર્ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રસંગમાં આવેલા મહેમાનોમાં પણ દોડધામ મચી ગઈ હતી. જો કે, અત્યારે વધારે કોઈ જાનહાની થયાના સમાચાર સામે નથી આવ્યાં જે 08 લોકો દાઝ્યા હતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેથી તમામ લોકોની હાલતમાં સિધાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, હજી પણ તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ જ રાખવામાં આવ્યાં છે. પરંતુ તબિયતમાં સુધાર આવી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: 'PFI' ની ભારતમાં ઇસ્લામિક શાસન લાવવાનો પ્રયાસ, ED નો મોટો ખુલાસો...

Tags :
Advertisement

.