Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં Ganesh Gondal ને મળી રાહત, આ શરતે હાઈકોર્ટે આપ્યાં જામીન...

4 મહિના બાદ આખરે ગણેશ ગોંડલ આવશે જેલ બહાર ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા જામીન Ganesh Gondal: ગણેશ ગોંડલ જે અત્યારે ખુબ જ ચર્ચિત વિષય બની ગયો છે. તેને લઈને...
બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ganesh gondal ને મળી રાહત  આ શરતે હાઈકોર્ટે આપ્યાં જામીન
Advertisement
  1. 4 મહિના બાદ આખરે ગણેશ ગોંડલ આવશે જેલ બહાર
  2. ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા
  3. જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા જામીન

Ganesh Gondal: ગણેશ ગોંડલ જે અત્યારે ખુબ જ ચર્ચિત વિષય બની ગયો છે. તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જુનાગઢ જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈ ફરી અગત્યાના સમાચાર આવ્યા છે. નોંધનીય છે કે, બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલને રાહત આપવામાં આવી છે. 4 મહિના બાદ આખરે ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવશે. મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા છે.

Advertisement

જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે મળ્યાં જામીન

નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ચાર મહિનાથી હત્યાના પ્રયાસ, એટ્રોસિટીના ગુનામાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે. જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાને ચાર મહિના બાદ રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી માર મારવાનાં કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજા (Ganesh Gondal) ઉર્ફે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અત્યારે જુનાગઢ જિલ્લામાં પ્રવેશ ના કરવાની શરતે જામીન આપવામાં આવ્યાં છે.

Advertisement

આ પણ વાંચો: જેલમાં બંધ Ganesh Gondal નો સહકારી જગતમાં પ્રવેશ, મળી આ મોટી જવાબદારી

ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન બન્યા

આ સાથે સાથે ગણેશ ગોંડલને લઈને અન્ય પણ મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પ્રવેશ થયો છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) ગોંડલ નાગરિક બેન્કનાં વાઇસ ચેરમેન બન્યા છે. જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા રિપીટ થયા છે. ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જો કે, અત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાર મહિના બાદ જામીન પણ મંજૂર કર્યાં છે.

Tags :
Advertisement

Trending News

.

×