ગાંધીનગરમાં પાણી પુરીની લારી ચલાવનાર આ વૃદ્ધ દપત્તિની કહાની સાંભળી ચોંકી જશો
ગાંધીનગરની મહાદેવની પાણીપુરી..વૃદ્ધ દંપત્તિ ચલાવે છે પાણીપુરીની લારીગાંધીનગર સેક્ટર 2 પાસે મહાદેવની પાણીપુરીહેમુદાદા- નીતાબાની પાણીપુરી બની ફેમસસોશિયલ મીડિયામાં દાદા-દાદીની પાણીપુરી મચાવે છે ધૂમપાણીપુરી વેચવા પાછળની કહાની સંઘર્ષભરીહેમુદાદાને આંખે નથી દેખાતું છતાં પકોડી વેચવામાં કરે છે શક્ય તેટલી મદદઘરે બેસી રહેવા કરતા દિકરાને થાય છે મદદરૂપહેમુદાદાનો દિકરો ચલાવે છે રà
- ગાંધીનગરની મહાદેવની પાણીપુરી..
- વૃદ્ધ દંપત્તિ ચલાવે છે પાણીપુરીની લારી
- ગાંધીનગર સેક્ટર 2 પાસે મહાદેવની પાણીપુરી
- હેમુદાદા- નીતાબાની પાણીપુરી બની ફેમસ
- સોશિયલ મીડિયામાં દાદા-દાદીની પાણીપુરી મચાવે છે ધૂમ
- પાણીપુરી વેચવા પાછળની કહાની સંઘર્ષભરી
- હેમુદાદાને આંખે નથી દેખાતું
- છતાં પકોડી વેચવામાં કરે છે શક્ય તેટલી મદદ
- ઘરે બેસી રહેવા કરતા દિકરાને થાય છે મદદરૂપ
- હેમુદાદાનો દિકરો ચલાવે છે રિક્ષા
પાણીપુરી.. આ નામ સાંભળતા જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. જ્યાં જુઓ ત્યાં પાણી પુરીની લારી અચૂક જોવા મળે છે. પરંતુ આપણે વાત કરીએ એવી પાણીપુરીની જેના ટેસ્ટમાં ભળેલો છે દાદા-દાદીનો પ્રેમ. આ પાણી પુરી એટલે ગાંધીનગરની મહાદેવની પાણીપુરી. ગાંધીનગરમાં વૃદ્ધ દંપત્તિ પાણી પુરી વેચે છે. રગડા અને ચણા બટાકામાં ટેસ્ટી પાણીપુરી લોકો હોંશે હોંશે ખાય છે.
આ ટેસ્ટી પાણીપુરી પાછળ ટેસ્ટી કહાણી પણ છે. હસતા મોઢે લોકોને પાણીપુરી ખવડાવતા આ હેમુદાદાને આંખે સહેજ પણ દેખાતુ નથી. તેમ છતાં દાદીને પકોડી બનાવવામાં શક્ય તેટલી તમામ મદદ કરે છે. પરંતુ સવાલ એ થાય કે આટલી ઉંમરે પાણીપુરી વેચવાનું કારણ શું? આવો જાણીએ...
Advertisement
જીવનની આ ઢળતી ઉંમરે વૃદ્ધ દંપત્તિએ ઘરે બેસવાને બદલે દિકરાને આર્થિક મદદરૂપ થવાનું વિચાર્યું. બસ પછી વિચાર આવ્યો પાણી પુરી વેચવાનો અને ધંધો શરૂ કરી દીધો. છેલ્લા 40 વર્ષથી ગાંધીનગરમાં રહેતા હેમુભાઇ વ્યવસાયે કોન્ટ્રાક્ટર પણ આંખની તકલીફને કારણે હાલ તેઓ પત્નીને આ રીતે સહાયરૂપ થઇને દિવસ પસાર કરે છે. લોકોને પણ દાદા-દાદીની પાણીપુરી એટલી પ્રિય છે કે સોશિયલ મીડિયામાં આ વૃદ્ધ દંપત્તિની બોલબાલા છે. ગાંધીનગર સેક્ટર 2 ખાતે બપોરે 1થી રાતે 9 વાગ્યા સુધી તેઓ પાણીપુરી વેચે છે. માથે ભલે ધોળા વાળ આવી ગયા હોય પરંતુ પેટનો ખાડો પુરવા કોઇપણ કામ નાનુ નથી હોતુ. લોકો સ્વાદિષ્ટ પાણીપુરી ખાવાની સાથે સાથે દાદા-દાદીના સ્વાભિમાન અને આત્મનિર્ભરતાની આ હિંમતભરી સફરને સલામ કરવા માટે પાણી પુરી ખાવા અહીં પહોંચી રહ્યા છે. ત્યારે આટલી ઉંમરે દાદા દાદીની આ હિંમત અને મહેનતને લોકો સો સો સલામ કરી રહે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.