Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, આજે રજૂ થશે પેપર લીકનું બિલ

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રરાજ્યપાલના સંબોધનથી સત્રની થશે શરૂઆતસૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશેઆજે ગૃહમાં રજૂ થશે પેપર લીક મુદ્દે બિલગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ગૃહમાં રજૂ થશેગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રજૂ કરશે બિલપેપરલીક કરનારા સામે ઘડાશે કડક કાયદો10 વર્ષની સજા,1 કરોડ દંડની જોગવાઈદોષિતોની મિલકત જપ્ત કરવાની જોગવાઈઉમેદવારો,સત્તામંડળો સામે સજાની જોગવાàª
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર  આજે રજૂ થશે પેપર લીકનું બિલ
  • આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
  • રાજ્યપાલના સંબોધનથી સત્રની થશે શરૂઆત
  • સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે
  • આજે ગૃહમાં રજૂ થશે પેપર લીક મુદ્દે બિલ
  • ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ગૃહમાં રજૂ થશે
  • ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રજૂ કરશે બિલ
  • પેપરલીક કરનારા સામે ઘડાશે કડક કાયદો
  • 10 વર્ષની સજા,1 કરોડ દંડની જોગવાઈ
  • દોષિતોની મિલકત જપ્ત કરવાની જોગવાઈ
  • ઉમેદવારો,સત્તામંડળો સામે સજાની જોગવાઈ
  • પેપરલીક બિન જામીનપાત્ર ગુનો ગણાશે
  • વિધાનસભા સત્ર 25 દિવસ ચાલશે 
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) સત્રની આજથી શરુઆત થઇ રહી છે. બપોરે 12 વાગ્યે બજેટ સત્ર (Budget Session)ની શરુઆત થશે અને સત્રના પ્રારંભે રાજ્યપાલશ્રી (Governor) સંબોધન કરશે. આજના સત્રમાં સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ  પેપર લીક મુદ્દે બિલ (paper leak bill) ગૃહમાં રજૂ કરાશે. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) આ બિલ રજૂ કરશે.

 પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી
રાજ્યપાલશ્રીના સંબોધન સાથે ગૃહના સત્રની શરુઆત થશે. ત્યારબાદ રાજ્યપાલશ્રીના સંબોધન માટેનો પ્રસ્તાવ રજૂ કરાશે. સૌ પહેલા દિવગંત સભ્યોને શ્રદ્ધાંજલી અપાશે અને ત્યારબાદ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ગૃહમાં રજૂ કરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે. બિલમાં પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાની દરખાસ્તો કરાઇ છે જેમાં 10 વર્ષની સજા અને 1 કરોડ દંડની જોગવાઇ કરાઇ છે. દોષિતોની મિલકત જપ્ત કરવાની પણ જોગવાઇ બિલમાં કરાઇ છે તથા ઉમેદવારો અને સત્તામંડળો સામે પણ સજાની જોગવાઇ કરાઇ છે. પેપરલીકનો ગુનો બિન જામીનપાત્ર ગણાશે. 
સત્ર 25 દિવસ ચાલશે જેમાં 27 બેઠકો મળશે
વિધાનસભાનું આ સત્ર 25 દિવસ ચાલશે જેમાં 27 બેઠકો મળશે. ગૃહમાં અનુમતિ મળેલા વિધેયકો પણ રજૂ કરાશે. ગઇ કાલે કામકાજસલાહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરી આપવામાં આવી હતી. 
કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ નહીં મળે
દરમિયાન બુધવારે રાત્રે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાના વિપક્ષની માગને લઇને મહત્વના સમાચાર આવ્યા હતા જેમાં વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ નહી મળે તેવું જાણવા મળે છે. વિધાનસભાના સચિવે કોંગ્રેસ પક્ષને પત્રનો જવાબ આપ્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસને 10 ટકા સભ્ય બળ ના હોવાના કારણે વિપક્ષનું પદ નહી મળે. જે રાજકીય પક્ષ પાસે 10 ટકા સભ્ય સંખ્યા બળ હોય તેને જ વિપક્ષનું પદ મળી શકે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.