Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગામડાંઓની મહિલાઓ બની આત્મનિર્ભર, સખી મંડળની 8500 બહેનોએ કરી 4 કરોડની આવક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશનાં વિકાસનાં વિઝનમાં ભારતની નારી શક્તિનું ઉત્થાન કેન્દ્રસ્થાને રાખ્યું છે. ખાસ કરીને, ગામડામાં રહેતી મહિલાઓનાં સશક્તિકરણ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે, જેથી તેઓ દેશનાં અર્થતંત્રમાં યોગદાન આપે અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે....
gandhinagar   ગામડાંઓની મહિલાઓ બની આત્મનિર્ભર  સખી મંડળની 8500 બહેનોએ કરી 4 કરોડની આવક
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશનાં વિકાસનાં વિઝનમાં ભારતની નારી શક્તિનું ઉત્થાન કેન્દ્રસ્થાને રાખ્યું છે. ખાસ કરીને, ગામડામાં રહેતી મહિલાઓનાં સશક્તિકરણ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે, જેથી તેઓ દેશનાં અર્થતંત્રમાં યોગદાન આપે અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે. રાજ્યમાં મિશન મંગલમ્ અંતર્ગત શરૂ કરવામાં આવેલા 'મહિલા સ્વસહાય જૂથો' (Mahila Swa Sahay) આ દિશામાં સાર્થક નિવડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં, સ્વસહાય જૂથોને વધુ મજબૂત કરવામાં આવ્યા છે. 31 જુલાઇનાં રોજ ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સ્વસહાય જૂથની મહિલાઓ સાથે “સખી સંવાદ કાર્યક્રમ” માં સામેલ થશે. ગુજરાતનાં (Gujarat) ગામડાઓની મહિલાઓની સાફલ્યગાથાઓ આજે સૌ માટે પ્રેરણા બની છે. એક ઉદાહરણ જોઇએ તો વર્ષ 2021-22 માં રાજ્યની 8500 મહિલાઓએ, ત્રણ મહિનામાં 5 હજાર મેટ્રિક ટન લીંબોળી એકત્ર કરીને રૂ. 4 કરોડની આવક મેળવી છે.

GNFC દ્વારા (Gandhinagar) નીમ પ્રોજેક્ટ અન્વયે લીંબોળીનો ઉપયોગ નીમ કોટેડ યુરિયા માટે, દવાઓ, નીમ ઓઇલ તેમ જ અન્ય ઉત્પાદનો બનાવવામાં થાય છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) હસ્તક સ્વસહાય જૂથની મહિલાઓ લીંબોળી એકત્ર કરીને, તેના વેચાણથી આવક મેળવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021-22 માં મેથી જુલાઈ માસ દરમિયાન (લીંબોળી પરિપક્વ થવાનો સમયગાળો) રાજ્યનાં 15 જિલ્લાનાં સ્વસહાય જૂથોની 8500 મહિલાઓએ લીંબોળી એકત્ર કરીને રૂ. 4 કરોડની આવક મેળવી છે.

Advertisement

3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તાલીમ

વર્ષ 2010 માં મિશન મંગલમ્ (Mission Mangalam) શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતનાં 28 જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા 3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે. તાલીમનાં લીધે મહિલાઓનાં આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને તેમણે પોતાનાં વ્યવસાય શરૂ કર્યા છે. તેના લીધે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે.

Advertisement

23 લાખથી વધુ મહિલાઓને વીમા કવચ

રાજ્યમાં 2.79 લાખથી વધુ સ્વસહાય જૂથોમાં 27 લાખથી વધુ પરિવારો જોડાયેલા છે. આ પૈકી પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત 23 લાખથી વધુ મહિલાઓને જીવન વીમા અને સ્વાસ્થ્ય સુરક્ષાનો લાભ મળ્યો છે.

એક લાખથી વધુ જૂથોને રૂ. 4338 કરોડની લોન

રાજ્યનાં 118,000 જૂથોને માઇક્રોફાઇનાન્સ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂ. 4338 કરોડની લોન આપવામાં આવી છે. રાજ્યમાં 1,13,287 નવા સ્વસહાય જૂથો બનાવવામાં આવ્યા છે અને 1,56,214 જૂથોને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે કુલ 2,69,507 સ્વસહાય જૂથો કાર્યરત છે.

7 લાખથી વધુ ઘરોમાં ન્યૂટ્રી ગાર્ડન, મેળાઓનાં આયોજનથી મહિલાઓને 10 કરોડથી વધુની વાર્ષિક આવક

કુપોષણને દૂર કરવા તેમ જ મહિલાઓ માટે આવકનાં સ્ત્રોત વધારવાના હેતુથી, એગ્રી ન્યૂટ્રી ગાર્ડનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું (Gandhinagar) છે, જેમાં સ્વસહાય જૂથોને ઉત્તમ ગુણવત્તાનાં બીજ આપીને ન્યૂટ્રી ગાર્ડન બનાવવા માટે મદદ કરવામાં આવે છે. અત્યાર સુધી 7,26,495 ઘરોને ન્યૂટ્રી ગાર્ડનમાં આવરી લેવામાં આવ્યા છે. તે સિવાય સરસ મેળા, પ્રાદેશિક મેળા (Regional Mela), રાખી મેળા (Rakhi Mela), અને નવરાત્રિ જેવા અલગ-અલગ વાર્ષિક 10થી 12 મેળાનાં આયોજનથી મહિલાઓને તેઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓનાં વેચાણ થકી આજીવિકા ઊભી કરવામાં એક માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

આ પણ વાંચો - Monsoon in Gujarat : મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર, નાગરિકોને કરાઈ ખાસ અપીલ

આ પણ વાંચો - Rakesh Rajdev : હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે ?

આ પણ વાંચો - VADODARA : એક ઇંચ વરસાદમાં જ વિસ્તારમાં પાણી ભરાઇ જતા કોર્પોરેટર આક્રોષિત

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : સિનિયર ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું

featured-img
અમદાવાદ

Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી

featured-img
ગુજરાત

VADODARA : પોલીસે 5 હજારથી વધુ ગેરકાયદે વેચાતા ગુબ્બારા ઝડપ્યા

featured-img
Top News

Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર લગામ ક્યારે? ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

featured-img
ગુજરાત

VADODARA : મકરસંક્રાંતિ પૂર્વે ચાંદીના વરખવાળી 1,111 કિલો ઘૂઘરી ગૌ માતાને અર્પણ કરતો 'શ્રવણ'

featured-img
ગુજરાત

Amreli : 48 કલાકના પરેશ ધાનાણીના ઉપવાસ પૂર્ણ, કહ્યું - દીકરીને ન્યાય ન મળ્યો..!

×

Live Tv

Trending News

.

×