Gandhinagar:રાજ્ય સરકારે સામાજીક લાગણી દુભાય તેવા શબ્દ પર લગાવ્યો પ્રતિબંધ
Gandhinagar :રાજ્ય સરકારે (State Govt)દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 'ઠાકરડા' શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દ પ્રયોગથી રાજ્યમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. સાથો સાથ મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે
આ મુદ્દે સરકારને રજૂઆત મળી હતી
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રના આમુખમાં જણાવ્યું છે કેસ ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવથી કુલ-146 જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ક્રમાંક: 72 પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સમાજના લોકો "ઠાકરડા” શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારને મળી હતી.
આ પણ વાંચો -ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ ફરી વિવાદમાં..
આ પણ વાંચો -ગુજરાતને મળ્યો CNG નો ખજાનો,આખા દેશને પૂરો પાડશે CNG
આ પણ વાંચો -ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ ફરી વિવાદમાં..