ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GANDHINAGAR : TD અને DPT રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી કરાયો રાજ્યવ્યાપી પ્રારંભ

GANDHINAGAR : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર (GANDHINAGAR) ખાતેથી TD (ટિટેનસ અને ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના...
03:34 PM Jun 18, 2024 IST | Harsh Bhatt

GANDHINAGAR : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર (GANDHINAGAR) ખાતેથી TD (ટિટેનસ અને ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, આ વર્ષે જુન – જુલાઇ અને ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત 23 લાખ બાળકોને ઉક્ત રસીકરણ અભિયાન અંતર્ગત રોગ પ્રતિરોધક રસી આપવામાં આવશે. ધનૂર અને ડિપ્થેરીયા સહિતના 11 પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક છે.

રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા ઘોરણ 5 અને ઘોરણ 10 ના તમામ બાળકોને TD (ધનૂર અને ડિપ્થેરીયા) રોગ પ્રતિરોધક રસી અપાશે.બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બુસ્ટરના બીજા ડોઝથી રસીકરણ કરીને ત્રણ રોગો સામે રક્ષણ પુરૂ પાડવામાં આવશે. આ રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં 992 RBSK ટીમ દ્વારા રાજ્યની 49,183 શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજીત 23 લાખ બાળકોનું 14,783 ટીમ દ્વારા શાળાઓમાં રસીકરણ સેશન યોજીને રસી આપવામાં આવશે.

તદ્ઉપરાંત અંદાજીત 36,628 બાળવાટીકાઓના 6,13,273 બાળકોનું કુલ 29,657 સેશન યોજીને ડી.પી.ટી. બુસ્ટરના બીજા ડોઝ આપવામાં આવશે. જો કોઇ બાળક આ સેશનમાં લાભાન્વિત થવાથી રહી જાય તો મમતા દિવસના સેશનમાં તેમને લાભ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્યમાં નિયત વયજૂથના કુલ 23.61 લાખ તરૂણોનુ સફળ રસીકરણ કરવામાં આવ્યું છે.

અહેવાલ : સંજય જોશી 

આ પણ વાંચો : SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી

Tags :
23 lakh childrenGandhinagarHealth DepartmentHealth MinisterRishikesh PatelTD and DPTvaccination drivevaccine
Next Article